નવી દિલ્હી: ગંગા નદી (Holy River Ganga) માં સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે, ગંગાજળ (Gangajal) છાંટવાથી જગ્યા પવિત્ર થઇ જાય છે. આ વાતો તો બધા જાણે છે પરંતુ ગંગાજળથી કરવામાં આવેલા ટોટકા પણ કેટલા અસરકારક છે, તેની જાણકારી ખૂબ ઓછા લોકોને ખબર છે. ભગવાન શિવની જટાઓમાંથી અવતરિત થયેલી ગંગાના જળથી કરવામાં ટોટકા ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. આજે કેટલાક એવા ટોટકા વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંગાજળથી કરવામાં આવેલા ટોટકા
-દેવા (Debt) ના જાળમાં ફસાયેલા લોકો માટે ગંગાજળમાંથી કરવામાં આવેલો એક ઉપાય ખૂબ કામનો છે. એવા લોકોને પીતળની બોટલમાં ગંગાજળ ભરીને પોતાના ઘરના રૂમમાં ઉત્તર પૂર્વની દિશામાં રાખવી જોઇએ. તેનાથે તેમને લોન ચૂકવવામાં ખૂબ સરળતા થઇ જશે અને થોડા સમયમાં આ સમસ્યા જ દૂર થઇ જશે. 


- જૂના અટવાયેલા પૈસા પરત મેળવવા માટે શિવલિંગ (Shivling) પર બિલિપત્રના પત્તા અને ગંગાજળ ચઢાવો. તેનાથી વ્યવસાયમાં ફાયદો અને સારી નોકરીનું સપનું પણ પુરૂ થશે. કુલ મળીને સમ્પનનતા મેળવવા માટે આ ટોટકો ખૂબ કારગર છે. 


- પૂરાણો અનુસાર હંમેશા પોતાના ઘરમાં એક પાત્રમાં ગંગાજળ ભરીને રાખવાથી સુખ અને સંપદા જળવાઇ રહે છે. 


- તો બીજી તરફ લોકોને રાત્રે ડરામણા સપના આવે છે, તે લોકો રાત્રે સૂતા પહેલાં પથારે પર ગંગાજળ છાંટો. તેનાથી ડરામણા સપના આવતા નથી. 


- ઘરના વાસ્તુદોષોને ખતમ કરવાનો ખૂબ જ અસરકારક ઉપાય છે ઘરમાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવો. તેનાથે ઘણા પ્રકારના વાસ્તુદોષ ખતમ થાય છે. 


- ઘરમાં સકારાત્મકતા જાળવી રાખવા માટે પણ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ સરસ છે. 


- આ ઉપરાંત પૂજા ઘર અને કિચનમાં હંમેશા ગંગાજળ રાખવાથી પ્રગતિ અને સફળતા મળે છે. 


(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. Zee News તેની પુષ્ટિ કરતી નથી) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube