હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રિના તહેવારની ધૂમ મચેલી છે. ગુજરાતમાં તો આ તહેવારનું ખુબ જ મહત્વ છે પણ તેની સાથે સાથે દેશભરમાં પણ લોકોને ગરબાનું ઘેલું લાગેલું છે. ગરબા માત્ર ગુજરાત સુધી સિમિત નથી પરંતુ દેશ અને સરહદ પાર વિદેશમાં પણ તેના ચાહકો છે. દેશી હોય કે વિદેશી...દરેકને ગરબે ઘૂમવાનો જાણે રંગ લાગ્યો છે. નવરાત્રિમાં માતાની આરાધનાની સાથે સાથે ગરબાનું એક આગવું મહત્વ છે. ગુજરાતમાં તો ગરબાની ઘૂમ છે જ પરંતુ સાથે સાથે દેશમાં પણ અનેક ઠેકાણે લોકો ગરબાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. પછી ભલે તે જાહેર સ્થળો હોય, ગરબા આયોજનો હોય કે પછી કોંગ્રેસની ભારત જોડો યાત્રા.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન ગરબા
હાલ કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા થઈ રહી છે. જેમાં તમિલનાડુના ગુડાલૂરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં યાત્રામાં સામેલ થયેલા લોકો ગરબે ઘૂમી રહ્યા છે. કોંગ્રેસ નેતા સુપ્રીયા ભારદ્વાજે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. 



આનંદ મહિન્દ્રાએ શેર કર્યો આ વીડિયો
મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો  જેમાં મુંબઈના રસ્તાઓ પર લોકો ગરબા કરી રહ્યા છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે મુંબઈનું મરિન ડ્રાઈવ. નવરાત્રિ દરમિયાન મુંબઈ જેવી કોઈ જગ્યા નથી. તેમણે મજાક કરતા એમ પણ કહ્યું કે મને ખબર છે કે હું ગુજરાતના શહેરોથી વિરોધનો અવાજ સાંભળવા જઈ રહ્યો છું.



આનંદ મહિન્દ્રાનો આ વીડિયો અભિનેત્રી રવિના ટંડને પણ રિટ્વીટ કર્યો. 



મુંબઈની લોકલ ટ્રેનમાં ગરબા
ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ ગરબા અને નવરાત્રિનું અનેરું મહત્વ છે. ઠેર ઠેર ગરબાના આયોજન છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓના ગરબાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. લોકલ ટ્રેનમાં મહિલાઓ ખુબ જોશથી ગરબા કરી રહી છે. વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે આવી પળો મુંબઈ લોકલ ટ્રેનમાં ક્રિએટ થાય છે. આ ટ્રેન સવારે 10.02 વાગે કલ્યાણ સ્ટેશનથી ઉપડી હતી. મુંબઈ રેલ્વે યૂઝર્સ દ્વારા આ વીડિયો શેર કરાયો હતો. 



મમતા બેનર્જીને પણ ચડ્યો ગરબાનો રંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ગરબા અને ડાંડિયા રમતા જોવા મળ્યા. તેમનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 



નીરજ ચોપડાએ કર્યા ગરબા
ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા મંગળવાર વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નીરજ ચોપડાએ ભાગ લીધો હતો. નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. 



પી વી સિંધુએ પણ માણી ગરબાની મજા
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ગુરવારે રાતે ગરબાની મજા માણી. તેઓ અમદાવાદમાં ગરબા આયોજનમાં પહોંચ્યા હતા. પીવી સિંધુ ગુજરાતમાં આયોજિત 36માં નેશનલ ગેમ્સ ઉદ્ધાટન સમારોહમાં સામેલ થવા ગુજરાતના મહેમાન બન્યા હતા. તેમનો ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.