શહીદ સ્ક્વોડ્રન લીડરની પત્ની ગરિમા એબ્રોલ જોડાશે IAF, પાસ કર્યું ઇન્ટરવ્યૂ
1 ફેબ્રુઆરી 2019ના બેંગલુરુમાં મિરાજ-2000ના ક્રેશમાં શહીદ થયેલા સ્ક્વાડ્રન સમીર અબરોલની પત્ની ગરિમા અબરોલ હવે જલદીની વાયુ સેના (IAF)માં સામેલ થશે. ગરિમા અબરોલે વારાણસીમાં થયેલી એસએસબીના ઇન્ટરવ્યૂને પાસ કર્યું છે.
નવી દિલ્હી: 1 ફેબ્રુઆરી 2019ના બેંગલુરુમાં મિરાજ-2000ના ક્રેશમાં શહીદ થયેલા સ્ક્વાડ્રન સમીર અબરોલની પત્ની ગરિમા અબરોલ હવે જલદીની વાયુ સેના (IAF)માં સામેલ થશે. ગરિમા અબરોલે વારાણસીમાં થયેલી એસએસબીના ઇન્ટરવ્યૂને પાસ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઇનના જણાવ્યા અનુસાર, ગરિમાને તેલંગાણાના ડુંડીગલમાં ભારતીય વાયુસેનાની એર ફોર્સ એકેડમીમાં સામેલ થઇ શકે છે.
વધુમાં વાંચો:- મુંબઇના ડોંગરીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 12ના મોત, CM ફડણવીસે વ્યક્ત કર્યું દુ:ખ
ગરિમા અબરોલે સ્ક્વાડ્રન લીડર સમીર અબરોલના શહિદ થયા બાદ નિર્ણય કર્યો હતો કે, તેઓ પણ તેમના પતિની જેમ ભારતીય વાયુસેનામાં સામેલ થશે. ત્યારે, ગરિમાએ આ ઇન્ટરવ્યૂ પાસ કરીને તેના પતિની વિરાસતને આગળ વધારી છે. માનવામાં આવી રહ્યું છે કે, તે આગામી વર્ષ 2020માં એર ફોર્સ એકેડમી જોઇન કરશે.
વધુમાં વાંચો:- ‘MLAને મળવા માટે સમય માગવા છંતા સ્પીકર તેમને કેમ ના મળ્યા?’: CJI
જણાવી દઇએ કે ગરિમા અબરોલ તે સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેમણે તેમના પતિ સ્વર્ગવાસ સ્ક્વાડ્રન લીડર સમીર અબરોલ માટે સોશિયલ મીડિયા પર એક ભાવુક કરતી કવિતા શેર કરી હતી. ગરિમાએ તેમના પતિને યાદ કરતા અંગ્રેજીમાં કવિતા લખી હતી કે, તેઓ આકાશથી જમીન પર પડ્યા. હડ્ડિયા ટૂટ ગઇ, એક બ્લેક બોક્સ જરૂર મળ્યું. તે સુરક્ષિત બહાર નિકળ્યા હતા પર પેરાશુટમાં આગ લાગી ગઇ. આ સાથે જ પરિવારના બધા સપના તૂટી ગયા. તેમણે ક્યારેય એટલો ઊંડો શ્વાસ નથી લીધો જેટલો તેમણે છેલ્લીવાર લીધો.
વધુમાં વાંચો:- આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત
એકવાર ફરી એક શહીદ માર્યા ગયા છે- ગરિમા અબરોલ
ગરિમાએ ઇન્સ્ટ્રાગ્રામ પર લખેલી તેમની પોસ્ટમાં સેનામાં ઉપયોગ કરવામાં આવી રહેલા હથિયારો અને નોકરશાહી જેવા વલણ પર સવાલ પણ ઉઠાવ્યો હતો. ગરિમાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમે આપણા યોદ્ધાઓને બેકાર થઇ ગયેલા હથિયાર લડવા માટે આપી રહ્યાં છે અને તેઓ તેમની દિલેરી અને બહાદુરીથી તેમના સહારે પણ સારૂ પરિણામ આપી રહી છે.’ તેમણે લખ્યું હતું કે, ‘એક વખત ફરી એક શહીદ માર્યા ગયા છે તેઓ આકાશથી જમીન પર પડ્યા. ટેસ્ટ પાયલટની આ નોકરી મોટી નિર્મમ છે. બીજાને બચાવવા માટે કોઇ બીજાને જોખમ ઉઠાવવું પડે છે.’
જુઓ LIVE TV