મુંબઇના ડોંગરીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 12ના મોત, CM ફડણવીસે વ્યક્ત કર્યું દુ:ખ

સતત વરસાદના કારણે મુશ્કેલી અનુભવી રહેલા મુંબઈવાસીઓને કોઇને કોઇ અઇચ્છનીય ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ બનેલી ઘટના મુંબઇના ડોંગરી વિસ્તારની છે. જ્યાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થવાના સામાચાર સામે આવ્યા છે.

મુંબઇના ડોંગરીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 12ના મોત, CM ફડણવીસે વ્યક્ત કર્યું દુ:ખ

મુંબઇ: સતત વરસાદને કારણે મુંબઇવાસીઓને કોઇને કોઇ અઇચ્છનીય ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલમાં જ બનેલી દૂર્ઘટના મુંબઇના ડોંગરી વિસ્તારની છે. જ્યાં એક 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે બિલ્ડિંગના કાટમાળમાં હજુ સુધી 28 લોકો ફસાયા હોવાથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.

કેસરબાઇ બિલ્ડિંગના ધરાશાયી થવા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ બિલ્ડિંગમાં લગભગ 15 પરિવાર રહેતા હતા. જેમનું કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અમારી પ્રાથમિકતા પ્રભાવિત લોકોને મદદ પહોંચાડવાની છે. ઘટના બાદ આસપાસની બિલ્ડિંગો ખાલી કરાવી દેવામાં આવી છે. અને મુંબઇ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત બચાવ કાર્યમાં લાગી ગઇ છે. જણાવી દઇએ જે બિલ્ડિંગ ધરાશાયી થઇ છે તે લગભગ 100 વર્ષથી વધારે જુની જણાવવામાં આવી રહી છે.

મળતી જાણકારી અનુસાર દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાં 15થી પણ વધારે પરિવાર રહેતા હતા. બીએમસીના પીઆરઓનું કહેવું છે કે, આ મ્હાડા બિલ્ડિંગ હતી. પરંતુ ચોકાવનારી વાત એ છે કે, આ બિલ્ડિંગનું નામ જર્જરીત થઇ ગયેલી બિલ્ડિંગની લીસ્ટમાં નથી. બે ત્રણ દિવસ પહેલા સ્થાનિક લોકોએ આ બિલ્ડિંગની એક તસવીર લીધી હતી. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, આ બિલ્ડિંગની સ્થિતિ કેટલી ખરાબ છે.

આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યૂલન્સ સહિત બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે. જો કે, રેસ્ક્યૂ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, મુંબઇના ડોંગરીમાં કેસરબાગ નામની બિલ્ડિંગ ધરાશાયી થઇ છે. આ ઘટના મંગળવાર 11:30 વાગ્યાની આસપાસ બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મંગળવારે અચાનક આ બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ.

Mumbai: A four story building collapsed in Dongri, 12 Dead in the accident

જે સમયે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો આ બિલ્ડિંગમાં હાજર હતા. ત્યારે લગભગ 40 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલના સમયે આ બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ જાણવા મળી રહ્યું નથી. પરંતુ લોકો એવું કહી રહ્યાં છે કે, સતત વરસી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ ધરાશાયી થઇ છે.

બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. એવામાં તંત્ર જ્યારે ઘટનાસ્થળ પર પહોંચે છે તો પહેલા તેઓએ લોકોના ટોળા દુર કર્યા અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news