મહાબલીપુરમ: નરેન્દ્ર મોદી-શી જિનપિંગના સ્વાગત માટે 18 પ્રકારના શાક અને ફળોથી કરાઈ ગેટની સજાવટ
મહાબલીપુરમ (Mahabalipuram)માં આજે સાંજે 5 વાગે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ની મુલાકાત થવાની છે. મહાબલીપુરમમાં આ બંને નેતાઓના સ્વાગત માટે જોરદાર તૈયારી ચાલી રહી છે. મહાબલીપુરમમાં પંચરથ પાસે મોદી-જિનપિંગના સ્વાગત માટે પ્રશાસન દ્વારા એક વિશાળ ગેટની સજાવટ થઈ છે. આ સજાવટમાં 18 પ્રકારના શાકભાજી અને ફળોનો ઉપયોગ કરાયો છે. આ ફળો અને શાકને તામિલનાડુના વિવિધ વિસ્તારોમાંથી મંગાવવામાં આવ્યાં હતાં.
ચેન્નાઈ: મહાબલીપુરમ (Mahabalipuram)માં આજે સાંજે 5 વાગે પીએમ નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ની મુલાકાત થવાની છે. મહાબલીપુરમમાં આ બંને નેતાઓના સ્વાગત માટે જોરદાર તૈયારી ચાલી રહી છે. મહાબલીપુરમમાં પંચરથ પાસે મોદી-જિનપિંગના સ્વાગત માટે પ્રશાસન દ્વારા એક વિશાળ ગેટની સજાવટ થઈ છે. આ સજાવટમાં 18 પ્રકારના શાકભાજી અને ફળોનો ઉપયોગ કરાયો છે. આ ફળો અને શાકને તામિલનાડુના વિવિધ વિસ્તારોમાંથી મંગાવવામાં આવ્યાં હતાં.
વિભાગના 200 સ્ટાફ મેમ્બર્સ અને ટ્રેનીએ મળીને 10 કલાકથી વધુ સમય સુધી આ ગેટને સજાવવામાં મહેનત કરી છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બપોરે 2.10 વાગે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. અહીં તેમના સ્વાગત માટે કેરળના પ્રસિદ્ધ પરંપરાગત નૃત્ય ચેન્દા મેલમની રજુઆત થશે. આ માટે ચેન્દા મેલમ નૃત્યકાર એરપોર્ટ પહોંચી ગયા છે. પીએમ મોદી 11.15 વાગે ચેન્નાઈ પહોંચશે.
પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ? રસપ્રદ છે કારણ
હકીકતમાં બધા એ જાણવા માંગે છે કે ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની ભારતમાં મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ. તો તેની પાછળનું કારણ છે દક્ષિણ ભારતના આ પ્રાચીન શહેરનો ચીન સાથે જુનો સંબંધ. મહાબલીપુરમનો ચીન સાથે લગભગ 2000 વર્ષ જૂનો સંબંધ છે. કહે છે કે મહાબલીપુરમથી ચીનના વ્યાપારિક સંબંધ લગભગ 2000 વર્ષ જૂના છે. સમુદ્ર કિનારે વસેલા આ બંદરવાળા શહેરનો ચીન સાથે એટલો જૂનો નાતો છે કે અહીં અને તેની આસપાસના વિસ્તારોમાંથી ચીની સિક્કા પણ મળી આવ્યાં હતાં.
આ મુદ્દે પણ મહત્વનું રહ્યું મહાબલીપુરમ...
મહાબલીપુરમ કે મામલ્લપુરમ પ્રસિદ્ધ પલ્લવ રાજવંશની નગરી હતી. તેનો ચીન સાથે વેપારની સાથે રક્ષા સંબંધ પણ હતો. ઈતિહાસકાર માને છે કે પલ્લવ શાસકોએ ચેન્નાઈથી 50 કિમી દૂર આવેલા મામલ્લપુરમના દ્વાર ચીન સહિત દક્ષિણ પૂર્વ એશિયાના દેશો માટે ખુલ્લા મૂક્યા હતાં. જેથી કરીને સામાન આયાત થઈ શકે.
ચીનના મશહૂર દાર્શનિક હવેન ત્સાંગ પણ 7મી સદીમાં અહીં આવ્યાં હતાં. તેઓ એક ચીની મુસાફર હતાં જે એક દાર્શનીક, અને ઉત્તમ અનુવાદક પણ હતાં. હવેન ત્સાંગને પ્રિન્સ ઓફ ટ્રાવેલર્સ પણ કહે છે. કહેવાય છે કે હવેન ત્સાંગને સપનામાં ભારત આવવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ તેઓ ભારત આવ્યાં અને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા તમામ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી. ત્યારબાદ તેમણે ઉપમહાદ્વીપના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે બૌદ્ધ ધર્મગ્રંથોનો સંસ્કૃતમાંથી ચીની અનુવાદ પણ કર્યો. કહેવાય છે કે હવેન ત્સાંગ ભારતથી 657 પુસ્તકોની પાંડુલિપીઓ પોતાની સાથે લઈ ગયા હતાં. ચીન પાછા ફર્યા બાદ તેમણે પોતાનું બાકીનું જીવન આ ગ્રંથોનો અનુવાદ કરવામાં વીતાવી દીધુ હતું.
જુઓ LIVE TV