Gautam Adani: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની તસ્વીર બદલશે અદાણી, થોડા સમયમાં શરૂ થશે કામ
Gautam Adani: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની તસ્વીર બદલાવા જઈ રહી છે. અને આ તસ્વીર બદલવા જઈ રહ્યા છે ગૌતમ અદાણી. મુંબઈ ધારાવી રિડેવલપમેન્ટ કરવાના પ્રોજેક્ટ પર આખરે કામગીરી આગળ વધવા જઈ રહી છે. ધારાવીના પુનઃનિર્માણના પ્રોજેક્ટ માટે અદાણી જૂથે સૌથી મોટી બિડ કરી હતી. હવે સરકાર તેને ટૂંક સમયમાં ઠરાવ સોંપશે. લગભગ 23 હજાર કરોડના આ પ્રોજેક્ટ માટે અદાણી જૂથે 5 હજાર 69 કરોડની બિડ કરી હતી.
Redevelop Dharavi: મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીને હટાવીને તેને રિડેવલપમેન્ટ કરવાનું કામ અદાણી જૂથ દ્વારા હવે થોડા જ સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ અદાણી જૂથને ફાળવાયા પછી મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં આ અંગે અદાણીને સરકારી ઠરાવ સોંપશે. આ અંગેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ધારાવી રિડેવલપમેન્ટ કરવાના પ્રોજેક્ટ પર ભૂતકાળમાં પણ વિચારણા થઈ હતી. પણ કોઈ કામગીરી આગળ વધી નથી. ધારાવીના પુનઃનિર્માણના પ્રોજેક્ટ માટે અદાણી જૂથે સૌથી મોટી બિડ કરી હતી.
લગભગ 23,000 કરોડના પ્રોજેક્ટ માટે અદાણીએ 5 હજાર 69 કરોડની બિડ કરી હતી. આ બિડ માટેની બેઝ પ્રાઈસ 2018માં 3 હજાર 150 કરોડ હતી જે 2022માં ઘટાડીને 1600 કરોડ કરવામાં આવી હતી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં કેબિનેટે અદાણી જૂથને આ પ્રોજેક્ટ ફાળવવાને મંજૂરી આપી હતી. જોકે, દુબઈ સ્થિત સેકલિંક ગ્રૂપે આ અંગે કેસ ફાઈલ કર્યો હતો, આ કેસ અંગે બોમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી ચાલુ છે.
આ પણ વાંચો:
ગુજરાત સરકાર સામે બિલ્ડરો અને એસ્ટેટગ્રુપ બાથ ભીડવા તૈયાર! લીધો મોટો નિર્ણય
કેરલના ટ્રાન્સ કપલે આપ્યો બાળકને જન્મ, દેશમાં પ્રથમવાર બની આવી ઘટના!
ધારાવી રિડેવલપમેન્ટ ઓથોરિટીના CEO એસ.વી.આર શ્રીનિવાસે જણાવ્યું કે ઓથોરિટીને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રેલવેની 47 એકર જમીન આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારે આ જમીન માટે 800 કરોડની અપફ્રન્ટ ચુકવણી કરી હતી.
[[{"fid":"425012","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથ અત્યારે વિવાદમાં સપડાયું છે, ત્યારે ફડનવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ધારાવી પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે અમે ધારાવી પ્રોજેક્ટને હાથમાં લઈ રહ્યા છીએ. જો ભીંડી બજારનું રિડેવલપમેન્ટ થઈ શકતું હોય તો ધારાવી પ્રોજેક્ટ પણ પૂર્ણ થશે તેવો મને વિશ્વાસ છે.
આ પ્રોજેક્ટ ધારાવી નોટિફાઈડ એરિયા તરીકે ઓળખાતા 178 હેક્ટર એરિયામાં હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બીજી 62 હેક્ટર જમીન પણ સંકળાયેલી છે. તેમાં 58 હજાર જેટલા સ્લમ ફેમિલી અને બીજા એટલી જ સંખ્યામાં પરિવારોને લાભ મળશે. રાજ્ય સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક GR બહાર પાડ્યો હતો. તે મુજબ સાત વર્ષની અંદર પુનઃવસવાટ કરવામાં આવશે. ધારાવીને રિડેવલપ કરવાનો પ્લાન બે દાયકા અગાઉ વિચારવામાં આવ્યો હતો. પરંતુ લાંબા સમયથી તેનો અમલ થઈ શક્યો નથી.
આ પણ વાંચો:
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી
ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube