નવી દિલ્હી : પૂર્વી દિલ્હીથી આપના ઉમેદવાર આતિશી ગુરૂવારે પોતાની વિરુદ્ધ વિવાદાસ્પદ અને અપમાનજકન ટિપ્પણીઓ વાળો કાગળ વાંચતા સમયે રડી પડ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેમના પ્રતિદ્વંદી ભાજપનાં ગૌતમ ગંભીરે ચૂંટણી વિસ્તારમાં આવા પેમ્પલેટ વહેંચ્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન આતિથીની સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હતા. પત્રકારો સામે આ પેમ્પલેટ વાંચતા તેઓ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, પૂર્વ ક્રિકેટર ગંભીર રાજનીતિમાં આવ્યા ત્યારે તેનું સ્વાગત કર્યું હતું પરંતુ હવે ભાજપ ખુબ જ નિચલા સ્તર પર ઉતરી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: આખા દેશને જેનો જવાબ જોઇએ છે તે સવાલનો જવાબ ZEE News પર મળશે

બીજી તરફ ગૌતમ ગંભીરે આ મુદ્દે  પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપોનો ઇન્કાર કર્યો છે. ગૌતમ ગંભીરે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, જો તેમની પાસે પુરાવા હોય તો હું તત્કાલ રાજીનામું આપીશ અને જો તેઓ 23 મે સુધી પુરાવા રજુ કરે તો હું તે જ દિવસે રાજીનામું ધરી દઇશ. જો  અરવિંદ કેજરીવાલ પુરાવા રજુ ન કરી શકે તો તેઓ મારા પડકારનો સ્વિકાર કરે અને રાજનીતિ હંમેશા માટે છોડી દે ? 


નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક
લાલુનો વ્યંગ, 'નીતીશ કુમાર ભુલી ગયા બાબુ જગજીવન રામનો સંદેશ'
ગંભીરે કહ્યું કે, મારી 2 બાળકીઓ છે અને હું એક મહિલાની ખુબ જ ઇજ્જત કરુ છું. મે મારુ સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે. આ હદ સુધી કોઇ ઉતરી શકે છે, મને શરમ આવે છે કે તેઓ મારા રાજ્યનાં મુખ્યમંત્રી છે. મને ખબર હોત તો હું છોડીને જતો રહ્યો હોત. બિલ્કુલ હું તેમના પર માનહાનીનો ગુનો દાખલ કરીશ. શરમ નહી આવતી હોય તેમને.


VIDEO: રમઝાનનો વાઇરલ થઇ રહેલો આ વીડિયો જોઇને તમારી આંખો છલકાઇ જશે...

કેજરીવાલની નિંદા કરતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ દિલ્હીના ઉમેદવાર ગૌતમ ગંભીરે કહ્યું કે, હું એક મહિલા, તેઓ પણ પોતાનાં સહયોગીઓનાં અપમાન કરવાનાં અરવિંદ કેજરીવાલનાં કૃત્યની નિંદા કરૂ છું. આ બધુ જ માત્ર એક ચૂંટણી માટે ?  તેમણે કહ્યું કે, હું શરમ અનુભવુ છું કે કેજરીવાલ જેવા મુખ્યમંત્રી અમારા રાજ્યના મુખ્યમંત્રી છે.