નવી દિલ્હીઃ ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ પ્રથમવાર લોકસભા ચૂંટણી લડી રહેલા ગૌતમ ગંભીરની જીત લગભગ પાક્કી માનવામાં આવી રહી છે. દિલ્હી પૂર્વથી ચૂંટણી લડી રહેલા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર પોતાના વિરોધી કરતા 3 લાખ કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યો છે. આ ટ્વીટરમાં તેણે પોતાના મતદાતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. આ ટ્વીટમાં ગૌતમ ગંભીરે પોતાના ફેવરિટ શોટથી આક્રમક બેટિંગની અદાનો ઉલ્લેખ કરતા તેને પોતાની ચૂંટણી જીત સાથે જોડ્યું છે. આ સાથે એક અન્ય ટ્વીટમાં આ ખેલાડીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર રાજકીય હુમલો પણ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવામાં આવી રહ્યું છે કે, ગૌતમ ગંભીરને આ ત્રિકોણીય લડાઇમાં આમ આદમી પાર્ટીની આતિશી માર્લેના પાસેથી પડકાર મળશે, પરંતુ માર્લેના અહીં કોંગ્રેસના અમરિંદર સિંહ લવલી કરતા પણ ઘણી પાછળ ચાલી રહી છે. પોતાના ટ્વીટમાં ગૌતમે લખ્યું, 'ન તો આ 'પ્યારી કવર ડ્રાઇવ હતી અને ન તો આતિશી બેટિંગ હતી. બસ આ માત્ર ભાજપની 'ગંભીર' વિચારધારા છે, જેને લોકેએ સમર્થન આપ્યું. 


ગંભીરે આ ટ્વીટ એકવાર ફરી મોદી સરકાર હેશટેગ સાથે કર્યું. ગંભીરે આ ટ્વીટમાં ઉપયોગ કરેલા શબ્દ 'આતિશી બેટિંગ'ને તેના ફેન્સ તેની વિરોધી આતિશી માર્લેના સાથે પણ જોડીને જોઈ રહ્યાં છે. 



ત્યારબાદ તેણે એક વધુ ટ્વીટ કર્યું અને દિલ્હીના મુખ્યપ્રધાન પર રાજકીય હુમલો કર્યો છે. પોતાના ટ્વીટમાં તેણે લખ્યું, આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે પોતાનું જમીર અન ઇમાન ગુમાવ્યા છે. 8 મહિનામાં પોતાની સત્તા ગુમાવશે. જેટલું કીચડ આપે દિલ્હીમાં ફેલાવ્યું છે, એટલું કમળ ખિલતું જોવા મળશે. 



મહત્વનું છે કે, ગૌતમ ગંભીર ક્રિકેટના મેદાન પર પણ પોતાના વિરોધીઓને આકરો જવાબ આપતો હતો.