નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર ભારતમાં કેર વર્તાવી રહી છે. ગઈ કાલે એક લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 96,982 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,26,86,049 પર પહોંચી ગયો છે. ભારતમાં જે રોકેટ ગતિથી કોરોનાનાના કેસ વધી રહ્યા છે તેનાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વધતા પ્રકોપના પગલે ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન (GAVI) ના પ્રમુખ સેઠ બર્કલેનું કહેવું છે કે ભારતમાં કોરોના સંક્રમણની ખુબ વધી રહ્યું છે. આવામાં શક્ય છે કે ભારત કોરોના રસી મર્યાદિત પ્રમાણમાં જ દુનિયાને ઉપલબ્ધ કરાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 96 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96,982 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,26,86,049 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,17,32,279 લોકો રિકવર થયા છે જ્યારે 7,88,223 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 446 લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મોતનો આંકડો 1,65,547 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ 8,31,10,926 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. 


Corona: મહારાષ્ટ્રમાં 47 હજાર નવા કેસ, શિરડીનું સાંઈ બાબા મંદિર ભક્તો માટે બંધ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube