Corona: મહારાષ્ટ્રમાં 47 હજાર નવા કેસ, શિરડીનું સાંઈ બાબા મંદિર ભક્તો માટે બંધ

શ્રી સાંઈબાબા સંસ્થા ટ્રસ્ટ (Shri Saibaba Sanstha Trust) ના કાર્યવાહક મુખ્ય કાર્યકારી અધિકારી રવીન્દ્ર ઠાકરેએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકારની અધિસૂચના અનુસાર ધર્મસ્થળ કોવિડ-19ના મામલામાં વધારાને કારણે બંધ રહેશે. 
 

Corona: મહારાષ્ટ્રમાં 47 હજાર નવા કેસ, શિરડીનું સાંઈ બાબા મંદિર ભક્તો માટે બંધ

નવી દિલ્હીઃ કોવિડ-19ના સતત વધતા કેસ પર કાબૂ મેળવવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી પ્રતિબંધો, વીકેન્ડ લૉકડાઉન અને નાઇટ કર્ફ્યૂ માટે જારી કરવામાં આવેલી ગાઇડલાઇન વચ્ચે શિરડીના સાંઈ બાબા મંદિરના અધિકારીઓએ સોમવારથી આગામી આદેશ સુધી ધર્મસ્થળ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

શ્રી સાંઈબાબા સંસ્થા ટ્રસ્ટ (Shri Saibaba Sanstha Trust) ના કાર્યવાહક મુખ્ય કાર્યકારી અધિકારી રવીન્દ્ર ઠાકરેએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકારની અધિસૂચના અનુસાર ધર્મસ્થળ કોવિડ-19ના મામલામાં વધારાને કારણે બંધ રહેશે, તેથી સાંઈ બાબા મંદિર પણ સોમવારે રાત્રે 8 કલાકથી આગામી આદેશ સુધી બંધ રહેશે.તેમણે કહ્યુ કે, મંદિરના પ્રાંગણમાં દૈનિક અનુષ્ઠાન તથા કામકાજ યથાવત ચાલતા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓને રોકાવા તથા પ્રસાદઘર બંધ રહેશે. 

દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે. હાલ મહારાષ્ટ્ર દેશનો ગઢ બનેલું છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 47288 નવા કેસ સામે આવ્યા છે, સાથે 26252 લોકો આ બીમારીથી સાજા થયા છે. તો કુલ 155 લોકોના વાયરસથી મૃત્યુ થયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 4,51,375 થઈ ગઈ છે. પરંતુ આજે સોમવારે નોંધાયેલા કેસમાં રવિવાર કરતા ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે રવિવારે રાજ્યમાં 57 હજાર નવા કેસ સામે આવ્યા હતા. 

રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં 9857 નવા કેસ સામે આવ્યા છે અને 21 લોકોના મૃત્યુ થયા છે. મુંબઈમાં આજે 3357 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં કુલ સક્રિય મામલાની સંખ્યા 74,522 છે. 

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને લખ્યો પત્ર
મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray) એ પીએમ મોદી (PM Modi) ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, 25 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને કોરોનાની વેક્સિન આપવાની મંજૂરી આપો. સાથે તેમણે વેક્સિન માટે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને મંજૂરી આપવાના  તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટે પીએમનો આભાર માન્યો છે. ઠાકરેએ પત્રમાં કહ્યુ કે, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વેક્સિન આપવામાં આવી છે. રવિવાર સુધી રાજ્યમાં 76.86 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news