નવી દિલ્હી: કૃષિ અને વિનિર્માણ ક્ષેત્રમાં નબળા પ્રદર્શનના પગલે ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર ધીમો પડીને પાંચ વર્ષના ન્યૂનતમ સ્તરે 5.8 ટકા પર પહોંચી ગયો છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા


CSOએ આ સાથે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન જીડીપી વૃદ્ધિ દર ઘટીને 6.8 ટકા રહ્યો છે. જીડીપી વૃદ્ધિનો આ દર 2014-15  બાદ સૌથી ધીમો છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2013-14માં જીડીપી વૃદ્ધિ દરની ગતિ 6.4 ટકા રહ્યો હતો. ચોથા ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર ચીનની આર્થિક વૃદ્ધિની ગતિ 6.4 ટકાથી ઓછો રહ્યો.


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...