International Booker Prize:  જાણીતી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નોવેલ  'Tomb of Sand' માટે વર્ષ 2022ના International Booker Prize થી નવાજવામાં આવ્યા છે. આ પુસ્તકને જ્યારે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયું ત્યારે જ તે આ પુરસ્કાર માટે હિન્દી ભાષાની પહેલી કૃતિ બન્યું હતું. હવે 2022નો બુકર પુરસ્કાર પણ તેને મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવસરે ભારતીય લેખિકાએ કહ્યું કે તેમણે ક્યારેય આવું સપનું જોયું નહતું. કહ્યું કે મે ક્યારેય વિચાર્યું નહતું હું આવું કરી શકીશ. હું ખરેખર આશ્ચર્યચકિત, સન્માનિત અને વિનમ્ર મહેસૂસ કરું છું. અત્રે જણાવવાનું કે ગીતાંજલિ શ્રીનું આ પુસ્તક મૂલ હિન્દીમાં 'રેત સમાધિ' નામે પ્રકાશિત થયું હતું. જેનો અંગ્રેજી અનુવાદ 'ટોમ્બ ઓફ સેન્ડ' ડેઈઝી રોકવેલે કર્યો અને જ્યૂરી સભ્યોએ તેને શાનદાર ગણાવ્યું. 


બુકર પુરસ્કાર માટે ખુબ તગડી સ્પર્ધા હતી. 50,000 પાઉન્ડના આ સાહિત્યિક પુરસ્કાર માટે પાંચ અન્ય ઉપન્યાસ વચ્ચે કાંટાની ટક્કર હતી. જેમાં 'ટોમ્બ ઓફ સેન્ડ' એ બાજી મારી. પુરસ્કારની રકમ લેખિકા અને અનુવાદક વચ્ચે વહેંચવામાં આવશે. લંડન પુરસ્કાર મેળામાં જે અન્ય પુસ્તકો શોર્ટલિસ્ટથયા હતા તેમાં બોરા ચૂંગની કસ્ટર્ડ બની પણ સામેલ હતું. આ પુસ્તકનો કોરિયન ભાષામાંથી અનુવાદ એન્ટોન હૂરે કર્યો છે. આ ઉપરાંત જ્હોન ફોર્સેની એ 'ન્યૂ નેમ: સેપ્ટોલોજી VI-VI' પણ રેસમાં હતી. જેનો ડેમિયન સિયર્સે નોર્વેઈ ભાષામાંથી અનુવાદ કર્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube