આશીષ ચૌહાણ, જયપુર: રાજસ્થાનમાં હેવ માત્ર ડિફોલ્ટર ખેડૂતોનું જ દેવું માફી નહીં થાય પરંતુ હવે અન્ય ખેડૂતોને પણ સરકાર લાભ આપશે. પહેલી કેબીનેટ મીટિંગમાં ખેડૂતોના દેવા માફી પર ગહેલોત સરકારેનું આ મોટું નિવેદન છે. જે ખેડૂતો સમય પર દેવું ભરે છે, તેમને પણ સરકાર લાભ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ESICએ 5 હજાર જગ્યાઓ માટે મગાવી એપ્લિકેશન, 60 હજાર રૂપિયા મળશે પગાર!


સરકારની પ્રથમ કેબિનેટ મીટિંગ પછી, સહકારી પ્રધાન ઉદયલાલ આંજનાએ ચાર્જ લીધો. પદ સંભાડ્યા બાદ જી મીડિયા સાથે ખાસ વાતચીતમાં ઉજયલાલ આંજનાએ સ્પષ્ટ કર્યું છે કે ઇમાનદાર ખેડૂતો માટે પણ સરકાર તેટલી જ સંવેદનશીલ છે જેટલા ડિફોલ્ટર ખેડૂતો માટે. હવે સુધી સવાલ ઉભા થઇ રહ્યાં છે માત્ર ડિફોલ્ટર ખેડૂતોનું જ દેવું માફ થશે પરંતુ ઉદયલાલના ઇશારા પછી આ સંકેત મળી રહ્યું છે કે અન્ય ખેડૂતોને પણ સરકાર દેવુ માફ કરી શકે છે. દેવા માફીના નિર્ણય બાદ રાજસ્થાન સરકાર પર 18 હજાર કરોડ રૂપિયાનો ભાર આવશે. જેમાંથી 6 હજાર કરોજનું દેવું તો ગત વસુંધરા સરકાર છોડી ગઇ છે.


વધુમાં વાંચો: અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: ઇડીએ કોર્ટમાં કર્યો દાવો, મિશેલે લીધુ ‘શ્રીમતી ગાંધી’નું નામ


જી મીડિયાથી ખાસ વાતચીતમાં ઉદયલાલ આંજનાએ કહ્યું કે દેવા માફી સરકારની પહેલી પ્રાથમિકતા છે. તેના માટે કેબિનેટને આ નિર્ણય લીધો છે કે સમિતી બનાવવામાં આવી છે. સમિતિમાં દેવા માફીનો માપદંડ નક્કી થશે. પછી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. આંજનાએ વાતચીતમાં એવું તો નથી કહ્યું કે ક્યારે માપદંડ નક્કી થશે, પરંતુ તે સ્પષ્ટ કર્યું છે કે ટૂંક સમયમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી માપદંડ નક્કી થશે. આ ઉપરાંત સૌથી મોટી વાત તેમણે કરી કે ડિફોલ્ટર ખેડૂતોની સાથે સાથે જગ્યાએ જગ્યાએ અન્ય ખેડૂતોની માગ પણ ઉભી થઇ છે. જેના પણ કેબિનેટમાં વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એટલા માટે સરકાર ઇમાનદાર ખેડૂતોને પણ લાભ આપશે.


વધુમાં વાંચો: આ તે આશ્રય ગૃહ કે અત્યાચાર ગૃહ? માસૂમ બાળાઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચાની ભૂકી ભરી દેવાતી


તે જ સમયે, આંજનાએ સહકારી વિભાગની તમામ યોજનાઓને આગળ ધપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે સહકારી વિભાગમાં પ્રચાર ફેલાવવા સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવશે. તેમણે વસુંધરા રાજેની ઝાટકણી કાઢતા કહ્યું કે "ફક્ત તેમની સરકાર માત્ર દેખાવો કર્યા છે. તેમણે માત્ર 50 હજાર રૂપિયા દેવું માફ કરવાનો દેખાવો કર્યો છે, જ્યારે અમારી સરકાર સહકારી ટૂંકા ગાળાના ઋણ સાથે વ્યાવસાયિક બેન્કોનું પણ દેવું માફ કરી રહ્યું છે. 2 લાખ સુધીનું દેવું માફ સરકાર પર 18 હજાર કરોડનો વધારાના બોજ છે, જેના માટે સરકાર વતી સતત પ્રક્રિયા વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે."


વધુમાં વાંચો: ગાજીપુર: કોંગ્રેસે ખેડૂતોને કરજ માફીની જગ્યાએ જુઠ્ઠાણાની લોલીપોપ પકડાવી દીધી-પીએમ મોદી


આંજનાએ ચાર્જ સંભાળ્યા પછી, દેવા માફી અંગેના નિર્ણયમાં ઝડપ આવશે. મંત્રીની પોસ્ટ પછી, ખેડૂતોની આશા એટલી તીવ્ર બની ગઈ કે તાત્કાલી ધોરણે તેમના દેવાને માફ કરવામાં આવશે. તેમણે તેમના નિવેદનોમાં પણ સ્પષ્ટ કર્યું છે કે સરકાર શક્ય તેટલી વહેલી તકે શિબિરનું આયોજન કરીને ખેડૂતોના દેવાને માફ કરશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...