નવી દિલ્હીઃ પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનવાની ચર્ચા વચ્ચે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સોમવારે રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રાલયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની નિમણૂંક સંબંધી નિયમોમાં સંશોધન કરતા તેમની સેવાની વયમર્યાદા વધારીને 65 વર્ષ કરી દીધી છે. નિવૃતીની ઉંમર વધારવા માટે સેના, નૌસેના તથા વાયુસેનાના નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું છે. આ પહેલા સીડીએસની નિમણૂંક ત્રણ વર્ષ કે 62 વર્ષની વયમર્યાદા માટે માન્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર હશે સીડીએસ
સુરક્ષા મામલાની મંત્રીમંડળની સમિતિએ પાછલા મંગળવારે ફોર સ્ટાર જનરલને સીડીએસ પદે નિમણૂંક કરવા લીલી ઝંડી આપી હતી. તેઓ ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ બેસાડવા અને રણનીતિને નક્કી કરવાનું કામ કરશે. ત્રણેય સેનાઓના મામલામાં તેમની ભૂમિકા રક્ષા પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકારની હશે. સીડીએસના રૂપમાં નિવૃત થનાર સૈન્ય અધિકારી અન્ય કોઈ પદ માટે યોગ્ય માનવામાં આવશે નહીં. તેઓ સરકારની મંજૂરી વિના નિવૃતીના પાંચ વર્ષ સુધી કોઈ ખાનગી ક્ષેત્રમાં પણ સેવા આપી શકશે નહીં. 


જનરલ બિપિન રાવતને બનાવાયા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ: સૂત્ર


ત્રણેય સેનાઓ પર રહેશે કમાન્ડ
અત્રે જણાવવાનું કે ઈન્ડિયામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ત્રણેય આર્મ્ડ ફોર્સિસ આર્મી, એરફોર્સ, નેવી માટે પ્રસ્તાવિત સંયુક્ત પ્રમુખ પદ છે. ભારતમાં કારગિલ સમીક્ષા સમિતિએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની ભલામણ કરી હતી. ત્યારબાદ વર્ષ 2006માં સામેલ તમામ પક્ષો પાસેથી પરામર્શ પ્રક્રિયા શરૂ કરાઈ. પછી 2017માં સુરક્ષા પર કેબિનેટ સમિટીએ સીડીએસ માટે એક પદના નિર્માણ સંબંધિત અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ કરી. જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2019ના રોજ કરી. 


ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય અભિયાન દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેળ બેસાડવાનું કામ કરશે. જેમનો સીધો સંપર્ક રક્ષા મંત્રાલય સાથે હશે. ભારતમાં એવી વ્યવસ્થા કરાઈ છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પોતાના પદથી રિટાયર થયા બાદ મંજૂરી વગર ન તો  કોઈ સરકારી પદ ધારણ કરી શકશે કે ન તો કોઈ પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરી શકશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર......