નવી દિલ્હી: માર્ચની શરૂઆતથી કોરોના વેક્સીનેશન અભિયાનનો (Corona Vaccination Drive) બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તેના અંતર્ગત હવે 60 વર્ષની ઉંમરના લોકોને વેક્સીનનો (Vaccine) ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત 45 વર્ષની ઉંમરવાળા તે લોકોનું વેક્સીનેશન (Vaccination) કરવામાં આવશે, જેમણે પહેલાથી કોઈ મોટી બીમારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના (Union Minister Prakash Javadekar) નિવેદન અનુસાર, દેશભરના 10 હજાર સરકારી અને 20 હજાર પ્રાઇવેટ કેન્દ્રો પર વેક્સીનેશનની (Vaccination) પ્રક્રિયા કરવામાં આવશે. લોકો તેમના નજીકના કેન્દ્ર પર જઈ વેક્સીનનો ડોઝ લઇ શકે છે. નિવેદન મુજબ, સરકારી કેન્દ્રો પર લોકોને વિના મૂલ્યે વેક્સીનનો ડોઝ મળશે. જ્યારે ખાનગી સેન્ટરો પર વેક્સીન (Vaccine) લગાડવા માટે કિંમત ચૂકવવી પડશે.


વેક્સીન કેટલા રૂપિયામાં મળશે?
પ્રાઇવેટ કેન્દ્રોએ વેક્સીનેશન માટે કિંમત (Corona Vaccination Price) ચૂકવવી પડશે. જો કે, કેન્દ્ર સરકારે હજી સુધી આ અંગે ખુલાસો કર્યો નથી. નિવેદન મુજબ, આગામી ત્રણ-ચાર દિવસમાં આરોગ્ય મંત્રાલય રસી બનાવતી કંપની અને હોસ્પિટલોની સલાહ લીધા બાદ આ રકમ અંગે નિર્ણય લેશે. જો કે, થોડા મહિના પહેલા આપેલા નિવેદનના અનુસાર, એક ડોઝની કિંમત 400 રૂપિયાથી વધુ નહીં હોય.


આ પણ વાંચો:- કોરોનાના વધતા કેસોએ સરકારની વધારી ચિંતા, આ રાજ્યમાં લાગી શકે છે ફરી પ્રતિબંધો


અહીં કરાવવું પડશે રજિસ્ટ્રેશન
વેક્સીનેશન માટે પ્રથમ રજીસ્ટ્રેશન Co-WIN એપ્લિકેશન પર કરવું પડશે. તદનુસાર, વેક્સીનેશનની તારીખ મળશે. તે જ દિવસે વેક્સીન આપવામાં આવશે. આવી સ્થિતિમાં, જે લોકો વેક્સીનનો પ્રથમ ડોઝ લે છે તેઓને મોબાઇલ એપ્લિકેશન પર ક્યૂઆર કોડ સર્ટિફિકેટ મળશે. પ્રથમ ડોઝના 28 દિવસ પછી બીજો ડોઝ મળશે.


આ પણ વાંચો:- પશ્ચિમ બંગાળનો ચૂંટણી જંગ રસ્તા પર, મમતા બાદ હવે સ્મૃતિ ઇરાની જોવા મળી સ્કૂટર પર સવાર


કોવેક્સીન અથવા કોવિશીલ્ડ? પસંદ કરવાનો વિકલ્પ!
આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતમાં બે કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ બંને વેક્સીન અસરકારક છે. તેની ક્ષમતા સાબિત થાય છે. આ કિસ્સામાં વિકલ્પનું ઓપ્શન આપવાનું યોગ્ય નથી.


આ પણ વાંચો:- દેશમાં આગામી બે દિવસ લોકોને નહીં લગાવાય કોરોના વેક્સીન, જાણો શું છે કારણ


સતત વધી રહ્યા છે કોરોના કેસ
ઉલ્લેખનીય છે કે, દેશમાં બુધવારે 6 દિવસમાં ત્રીજી વખત સંક્રમણના 13,000 થી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, કેન્દ્ર દ્વારા કોવિડ-19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીર સહિતના અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની ઉચ્ચ-સ્તરની ટીમો મોકલવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં કોવિડ-19 વેક્સીનેશનના અભિયાનના આગલા તબક્કા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube