Corona Vaccination: દેશમાં આગામી બે દિવસ લોકોને નહીં લગાવાય કોરોના વેક્સીન, જાણો શું છે કારણ

કોરોના વાયરસનો (Corona Virus) સામનો કરવા માટે દેશમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા કોરોના વેક્સીનેશન અભિયાન આ વખતે શનિવાર- રવિવારના નહીં થાય. ખરેખરમાં સરકાર આ બે દિવસમાં કોવિન ડિઝિટલ એપને (Co-Win App) 1.0 થી 2.0 માં અપગ્રેડ કરશે

Corona Vaccination: દેશમાં આગામી બે દિવસ લોકોને નહીં લગાવાય કોરોના વેક્સીન, જાણો શું છે કારણ

નવી દિલ્હી: કોરોના વાયરસનો (Corona Virus) સામનો કરવા માટે દેશમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા કોરોના વેક્સીનેશન અભિયાન આ વખતે શનિવાર- રવિવારના નહીં થાય. ખરેખરમાં સરકાર આ બે દિવસમાં કોવિન ડિઝિટલ એપને (Co-Win App) 1.0 થી 2.0 માં અપગ્રેડ કરશે. તેના કારણે આગામી બે દિવસ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે નહીં.

16 જાન્યુઆરીથી ચાલી રહ્યું છે કોરોના વેક્સીનેશન
તમને જણાવી દઇએ કે, 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન (Corona Vaccination) અભિયાન ચાલી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 34 લાખ 72 હજાર લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આ અભિયાનનો 1 માર્ચથી વિસ્તાર થવા જઈ રહ્યો છે. ત્યારબાદ તેમાં 60 લાખથી વધુ ઉંમરના લોકો અને પહેલાથી કોઈ અન્ય બીમારીથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ કરવામાં આવશે.

27 અને 28 ફેબ્રુઆરીના નહીં યોજાય અભિયાન
મંત્રાલયે કહ્યું છે કે, 27 અને 28 ફેબ્રુઆરીના કોવિન ડિઝિટલ એપને (Co-Win App) 1.0 થી 2.0 માં અપગ્રેડ કરશે. તેના કારણે આગામી બે દિવસ દેશમાં કોરોના વેક્સીનેશન (Corona Vaccination) બંધ રહેશે. આ વખતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પહેલાથી સૂચના આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એપને સમગ્ર વેક્સીનેશન અભિયાનને યોગ્ય રીતે અંજામ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.

કોરોનાના આંકડામાં ફરી થયો વધારો
મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ (Corona Virus) કેસમાં અચાનક વધારો થઈ રહ્યો છે. ગત બે મહિનામાં દેશમાં કોરોના વાયરસના 16,000 થી વધુ કેસ નોંધાયા છે. જેના કારણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1.10 કરોડને પાર કરી ગઈ છે. ત્યારે 1 લાખ 56 હજાર 825 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલના સમયમાં દેશમાં 1,55,986 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news