પટના : દેશનાં પૂર્વ સંરક્ષણ મંત્રી અને સમતા પાર્ટીના સંસ્થાપક જ્યોર્જ ફર્નાન્ડીઝને આજે શ્રદ્ધાંજલી આપવામાં આવી. આ ઘટના પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જ્યોર્જ ફર્નાન્ડીઝનાં સન્માનમાં મુજફ્ફરપુરમાં એક મુર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરી. નીતીશ કુમારે જ્યોર્જ ફર્નાન્ડીઝને શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે, જો બિહારમાં તેઓ મુખ્યમંત્રી છે તો જ્યોર્જ ફર્નાન્ડીઝના કારણે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં મહત્વનો નિર્ણય: લદ્દાખને અલગ વિભાગ બનાવાશે

મુજફ્ફરપુર જેલમાં રહીને જ્યોર્જ ફર્નાન્ડીસે ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી. 1977ની ચૂંટણી દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડીઝની હાથકડીવાળી તસ્વીરની ચર્ચા પણ ઘણી થઇ. હવે જ્યોર્જ ફર્નાન્ડીઝની હાથકડી પહેરેલી એક મુર્તિ પણ લગાવવામાં આવશે. જનતા દળ યૂનાઇટેડની તરફથી પટનાના રવીન્દ્ર ભવનમાં એક શ્રદ્ધાંજલી સભા આયોજીત કરવામાં આવી હતી. નીતીશ કુમારના અનુસાર વર્ષ 1994 આવતા આવતા બિહારની સરકારમાંથી તેમનો મોહભંગ થઇ ગયો હતો. અને આખરે જનતા દળ જ્યોર અને ત્યાર બાદ 14 સાંસદો સાથે સમતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી. 


કોલકાતા પોલીસનો બદલો! પૂર્વ વચગાળાના CBI ચીફની પત્નીના ઘરે દરોડા

સતત સંઘર્ષ બાદ બિહારમાં લોકસભા ચૂંટણીમાં તો સફળતા મળી. જો કે 11 વર્ષના સંઘર્ષ બાદ 2005માં બિહારની સેવા કરવાની તક મળી. નીતીશ કુમારે કહ્યું કે, જો તેઓ આજે બિહારની સેવા કરી રહ્યા છે તો જ્યોર્જ ફર્નાન્ડિઝના કારણે જ શક્ય બન્યું છે. જ્યોર્જ ફર્નાન્ડીઝને તેઓ ક્યારે પણ ભુલી શકે નહી. 


350 કરોડનાં ખર્ચે વર્લ્ડ ક્લાસ બનશે આ રેલ્વે સ્ટેશન, આવતા મહિને ચાલુ થશે કામ

શ્રદ્ધાંજલી સભાને જળ સંસાધન મંત્રી લલન સિંહ અને પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે પણ સંબોધિત કર્યા. લલન સિંહે કહ્યું કે, સંરક્ષણ મંત્રી કાળ દરમિયાન તેઓ 30થી પણ વધારે વખત લેહ અને જમ્મુ કાશ્મીર ગયા. તેમની સંવેદના તમામ લોકોપ્રત્યે હતી. તેઓ ફુટપાથ પર પણ સુતા હતા અને દિવસમાં કામ કરતા હતા. જ્યોર્જ સાહેબે બિહારને ઘણુ બધુ આપ્યું છે. 


લોકસભામાંથી સંન્યાસ લઇ ચુકેલા પવારની ગુલાટી: PM પદના ઉમેદવારમાં 1નો વધારો

પ્રદેશ અધ્યક્ષ વશિષ્ટ નારાયણ સિંહે સંબોધિત કરતા કહ્યું કે, સમાજવાદી વલણ જ્યોર્જ સાહેબનું હતું. તેમનો લગાવ બિહાર સાથે ઘણો હતો અને બિહારે પણ તેમને નથી ભુલાવ્યા. જો જનતા દળ યૂનાઇટેડ સરકારમાં તો તેઓ જ્યોર્જ સાહેબના કારણે. શ્રદ્ધાંજલી સભામાં બિહાર સરકારમાં જદયું કોટાથી અન્ય ઘણા મંત્રાલયો પણ સંભાળી ચુક્યા છે.