350 કરોડનાં ખર્ચે વર્લ્ડ ક્લાસ બનશે આ રેલ્વે સ્ટેશન, આવતા મહિને ચાલુ થશે કામ
રાજધાની દિલ્હીમાં રહેનારા લોકોને ભારતીય રેલવેની તરફથી ઝડપી એક વધારે ગીફ્ટ આપવામાં આવશે, દિલ્હીને ઝડપથી વધારે એક વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની ગીફ્ટ મળશે
Trending Photos
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં રહેનારા લોકોને ભારતીય રેલવેની તરફથી ઝડપથી વધારે એક ગીફ્ટ આપવામાં આવશે. દિલ્હી ઝડપથી એક વધારે વર્લ્ડ ક્લાસ (આધુનિક) રેલવે સ્ટેશનની ગીફ્ટ મળવા જઇ રહી છે. કેન્દ્ર સરકારની રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ યોજના હેઠળ દિલ્હીનાં બિઝવાસન રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવશે. તેના માટે બિજવાસન સ્ટેશનનું નામ નક્કી કરવામાં આવ્યું છે અને તેને આધુનિક અને યાત્રી સુવિધાઓથી ભરપુર બનાવવા માટે રેલવેએ બ્લૂપ્રિંટ પણ તૈયાર કરાવી લીધી છે. યોજના હેઠળ દિલ્હી એરપોર્ટની નજીક હાજર બિઝવાસન રેલવે સ્ટેશન પર નવા અને આધુનિક ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે.
બિઝવાસન સ્ટેશનની બ્લૂ પ્રિંટ તૈયાર
સ્ટેશનનાં બ્લૂ પ્રિંટ હેઠળ બિઝવાસન સ્ટેશનનું નિર્માણ કેટરપિલરનાં ડિઝાઇન પર આધારિત છે. સ્ટેશનનાં આધુનિક બનાવવાનું કામ બે તબક્કામાં પુર્ણ કરવામાં આવશે. પહેલા ફેઝમાં 350 કરોડ રૂપિયાના ખર્ચે મેનએરિયા અથવા સ્ટેશન પરિસર અને ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે. બિઝવાસન રેલવે સ્ટેશનની પસંદી એટલા માટે કરવામાં આવી છે જેથી યાત્રીઓ માટે એરપોર્ટ પહોંચવુ સરળ બનશે, આ સાથે જ અહીંથી મેટ્રોની કનેક્ટિવિટી પણ આપવામાં આવશે.
વર્લ્ડ ક્લાસ લેવલ પર વિકસિત કરવામાં આવતું રહ્યું
વર્લ્ડ ક્લાસ લેવલ પર બિઝવાસન સ્ટેશનની વિકસિત કરવામાં આવ્યા, તેના માટે અહીં લિફ્ટ, એસ્કેલેટરથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ રહેશે. એટલું જ નહી સ્ટેશન પર એરપોર્ટની જેમ જ કોમર્શિયલ સ્પેસ પણ બનાવવામાં આવશે. રેલવેનું માનવું છે કે તેનાથી યાત્રી મુસાફરીની સાથે જ શોપિંગની પણ મજા ઉઠાવી શકે છે. બિઝવાસન રેલવે સ્ટેશનની નવી ડિઝાઇનને સ્પેસની ફર્મ તૈયાર કરી છે.
ડિઝાઇન તૈયાર કરતા સમયે આ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, એરપોર્ટની નજીક હોવાનાં કારણે તે વધારે ઉંચુ નહી બનાવી શકાય. જેના કારણે ડિઝાઇન તૈયાર કરનારી સ્પેનની ફર્મના કેટરપિલર ડિઝાઇન પર સ્ટેશન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો. જે રીતે રેલવે મંત્રાલયે સ્વીકાર કરી લીધો. 350 કરોડ રૂપિયાનાં ખર્ચે આગામી 2થી અઢી વર્ષમાં બિઝવાસન રેલવે સ્ટેશન બનીને તૈયાર થઇ જશે.
ઇન્ડિયન રેલવે સ્ટેશન રી ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) જરૂરી ફંડ માટે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC)થી લોન લેશે. તેના માટે બંન્ને વચ્ચે કરાર પણ થઇ ચુક્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક મહિનામાં આઇઆરએસડીસી ટેંડર ઇશ્યું કરીને સિવિલ કન્સ્ટ્રક્શન માટે કંપનીની પસંદગી પણ કરી લેશે. યોજના અનુસાર લેંડ મોનીટાઇઝેશન દ્વારા મહેસુલ એકત્ર કરવામાં આવશે. તેના કારણે ન માત્ર લોન રકમની ચુકવણી થશે પરંતુ સાથે જ એક્સ્ટ્રા કમાણી પણ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે