કેન્દ્રનો રાજ્યોને સખત નિર્દેશ- લોકડાઉન તોડનારને 14 દિવસ કોરોન્ટાઇનમાં મોકલી દો
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ (Coronavirus)ના 979 કેસ સામે આવ્યા છે. આ વાયરસથી 25 લોકોના મોત થયા છે. જ્યારે 86 લોકોની સફળ સારવાર થઇ છે. સૌથી વધુ કેસ કેરલ અને મહારાષ્ટ્ર સામે આવી રહ્યા છે.
નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ (Coronavirus)ના 979 કેસ સામે આવ્યા છે. આ વાયરસથી 25 લોકોના મોત થયા છે. જ્યારે 86 લોકોની સફળ સારવાર થઇ છે. સૌથી વધુ કેસ કેરલ અને મહારાષ્ટ્ર સામે આવી રહ્યા છે. લોકડાઉનના 5મા દિવસ કેન્દ્ર સરકારે રાજ્યોને સખતાઇથી લોકડાઉન કરાવવાના નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું કે લોકડાઉન તોડનાર 14 કોરોન્ટાઇનમાં મોકલી દે.
કેબિનેટ સેક્રેટરીએ વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા રાજ્યોને કહ્યું કે રાજ્યોની સીમાઓ કડકાઇથી સીલ કરી દો. કોઇ મૂવમેન્ટ ન હોય ફક્ત જરૂરી મૂવમેન્ટ જાહેર રહેશે. DM એક્ટના હેઠળ ડીએમ અને એસપી ખાનગી ખાનગી રીતે તેના માટે જવાબદાર ગણવામાં આવશે. લોકડાઉન સંપૂર્ણપણે પાલન થાય. જરૂરી સામાનની સપ્લાઇ જાળવી રાખો. કોઇ મૂવમેન્ટ જો સામે આવે છે તો તેને 14 દિવસ માટે કોરોન્ટાઇનમાં મુકો.
- મુંબઇમાં 40 વર્ષની મહિલાનું કોરોના વાયરસના લીધે મોત. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કુલ 167 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
- કોરોના વાયરસના લીધે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન
- કાશ્મીરમાં કોરોના વાયરસના વધુ 5 દર્દીની પુષ્ટિ થઇ છે. તેમાં 2 દર્દી શ્રીનગર, 2 બડગામ અને 1 બારામુલાથી છે.
- ભારતમાં કોરોના પિડિતોની સંખ્યા 979 થઇ, જ્યારે સંક્રમણના લીધે 25 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં 6 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
- બિહારમાં અત્યાર સુધી 900થી પણ વધુ લોકો કોરોના સંદિગ્ધ દર્દી મળી આવ્યા, અત્યાર સુધી કુલ 11 પોઝિટિવ કેસ.
- આખી દુનિયામાં કોરોના વાયરસના 6,61,367 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર