#Me Too: મંત્રી અને પૂર્વ સંપાદક એમજે અકબરે મારૂ શારીરિક શોષણ કર્યું
અકબરની નજર મારા પર પડી ત્યાર બાદ મારુ ડેસ્ક તેમની કેબિન સામે લાવી દેવાયું જેથી તેઓ કેબિનમાંથી મારી સામે જ જોયા કરતા હતા
નવી દિલ્હી : #Me Too અભિયાન હેઠળ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ સંપાદક એમજે અકબરની વિરુદ્ધ ઘણી મહિલાઓનાં યૌન ઉત્પીડનનાં આરોપ જાહેર રીતે લગાવ્યા છે. બીજી તરફ એક અન્ય પત્રકાર કજાલા વહાબે એમજે અકબરની વિરુદ્ધ પોતાનાં ખોફનાક અનુભવોને અંગ્રેજી વેબસાઇટ ધ વાયર પર શેર કરી છે. પોતાની સ્ટોરી કહેતા ગઝાલાએ કહ્યું કે, એશિયન એજ અખબારમાં કામ કરવા દરમિયાન જ્યારે એમજે અકબરની નજર તેમનાં પર પડી તો ત્યાં તેમની નોકરીનાં અંતિમ 6 મહીનાનાં નરક કરતા પણ બદતર રહ્યા.
કઝાલા વહાબ હાલનાં સમયે FORCE ન્યૂજમેગઝીનની એક્ઝીક્યુટિવ એડિટર છે. આ સાથે જ ડ્રેગન ઓન યોર ડોરસ્ટેપ : મેનેજિંગ ચાઇના થ્રૂ મિલિટ્રી પાવર પુસ્તકનાં સહ લેખીકા છે. ગઝાલા વહાબે પોતાની સ્ટોરી આપી તેનાં સંપાદિત અંશ તેમની વાત તેમનો અંદાજ તરીકે રજુ કરીએ છીએ...
#Me Too : શું કંપનીઓ મહિલાઓને નોકરી આપવાનું બંધ કરી દેશે, IMF ચીફે આપ્યો જવાબ...
ગઝાલા વહાબની સ્ટોરી
1989માં જ્યારે હું શાળામાં હતી તો મારા પિતાએ અકબરે લખેલું પુસ્તક Riot After Riot વાંચવા માટે આપ્યું. હું તે પુસ્તક બે દિવસમાં જ વાંચી ગઇ. ત્યાર બાદ તેમનાં અન્ય ઘણા પુસ્તકો મે વાંચ્યા અને તેઓ મારા પસંદગીનાં લેખલ બની ગયા. જો કે જ્યારે હું કક્કો પણ નહોતી જાણતી ત્યારથી પત્રકાર બનવાનું મારૂ સ્વપ્ન હતું. જો કે અકબરનું પુસ્તક વાંચ્યા બાદ આ ઇચ્છા મારા જનુનમાં બદલી ગઇ. જેથી મે શાળામાં અભ્યાસ બાદ પત્રકારત્વમાં ડિગ્રી લીધી. ત્યાર બાદ 1994માં ધ એશિયન એજનાં દિલ્હી ઓફીસમાં જોબ માટે તે વિચારીને પહોંચી નિયતી જ મને અહીં ખેચી લાવી છે જેથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ પાસેથી મને શિખવા મળશે.
જો કે ત્યાં પહોંચીને સૌથી પહેલા મારો ભ્રમ તુટ્યો. તેમને મે ઓફીસમાં બુમો પાડતા અને ડ્રિંક કરતા જોયા. આ સંદર્ભે એક વરિષ્ઠ સહયોગીએ મને મહેણું પણ માર્યું. તુ તો નાનકડા સેન્ટરમાંથી આવે છે. જેથી મે નાના શહેરની માનસિકતા સાથે ત્યાંનાં ઓફીસ કલ્ચરનો સ્વિકાર કર્યો. અકબરને યુવા સબ એડીટરો સાથે ફ્લર્ટ, ગંદા જોક અને ખુલ્લા પક્ષપાત કરવાનું જોવાયું. મે સાંભળ્યું કે લોકો દિલ્હીનાં એશિયન એજ ઓફીસને અકબરનું હરામ કહેતા હતા. ત્યાં યુવકોની તુલનાએ યુવતીઓ વધારે હતી. ઓફીસ ગોસિપ દરમિયાન મે ઘણીવાર એશિયન એજનાં અલગ અલગ રિઝનલ ઓફીસમાં તેમનાં અફેર્સ અંગે સાંભળ્યું. મે તેને પોતાની ઓફીસ કલ્ચરનો એક હિસ્સો માન્યો. જો કે તેમની પરિધિથી દુર હતી એટલે અપ્રભાવિત રહી.
#Me Too : મેલેનિયા ટ્રમ્પે કહ્યું, 'પુરુષો પર આરોપ લગાવનારી મહિલાઓએ પુરાવો આપવો જોઈએ'...
જો કે પોતાની નોકરી સાથે ત્રીજા વર્ષે ઓફીસ કલ્ચરે મને પ્રભાવિત કર્યા. અકબરની નજર મારા પર પડી અને મારા જીવનનો ખરાબ તબક્કો શરૂ થયો. મારા ડેસ્કને તેમની કેબિનની બહાર શિફ્ટ કરવામાં આવ્યું. તેમની કેબિન ખુલતાની સાથે જ મારા પર નજર પડતી. તેઓ કેબિનમાંથી મારી સામે જ જોયા કરતા હતા. ઓફીસનાં આંતરિક નેટવર્કથી અશ્લીલ સંદેશાઓ મોકલતા હતા.
ત્યાર બાદ પોતાની કેબિનમાં બોલાવવા લાગ્યા. (જેનો દરવાજો તેઓ હંમેશા અંદરથી બંધ કરી દેતા હતા) શરૂઆતમાં તેઓ વાતચીત કરતા તે વ્યક્તિગત્ત સ્તરની હતી. પારિવારીક પૃષ્ટભૂમિ અંગે પુછતા અને કહેતા કે ઘરની બહાર દિલ્હીમાં એકલી શા માટે રહે છે.
#Me Too : કંગના બોલી - પત્નીને 'ટ્રોફી'ની જેમ રાખનારા ઋતિક રોશનને સજા મળે...
ક્યારેક ક્યારે જ્યારે તેઓ જ્યારે પોતાની સાપ્તાહિક કોલમ લખી રહ્યા હોય ત્યારે મને તેમની સામે બેસવા માટે કહેતા. તેની પાછળ તર્ક હતો કે કોઇ શબ્દને શોધવો હોય તો હું તેમને શોધી આપી શકું. તેઓ મને તેમની કેબિનનાં ટ્રાઇપોડમાં રહેલી ડિક્શનરી જોવા માટે કહેતા હતા.
આ ડિક્શનરી એટલી નીચે મુકેલી હોતી કે તેના માટે મારે સંપુર્ણ નીચે નમવું પડતું હતું. તેના કારણે મારો પાછળનો હિસ્સો અકબરની સામે રહેતો. 1997માં આવા જ એક સમયે જ્યારે હું ડિક્શનરી શોધી રહી હતી ત્યારે ચુપકીદીથી મારી પાછળ આવીને ઉભા રહી ગયા અને મારી કમર પકડી લીધી. હું ગભરાઇ ગઇ અને મારી જાતને સંભાળવાનો પ્રયાસ કરવા લાગી.તે દરમિયાન તેમનાં હાથ મારા સ્તનથી નિતંબ સુધી ગયા. મે તેને હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે મને દબાવી જકડી મારી છાતી પર હાથ ફેરવ્યો હતો. આ દરમિયાન દરવાજો ન માત્ર અંદરથી બંધ હતો પરંતુ બ્લોક હતો. આતંકની તે ક્ષણો દરમિયાન મારા મગજમાં તમામ પ્રકારનાં વિચારો આવીને જતા રહ્યા. આ દરમિયાન તેમણે મને છોડી દીધી પરંતુ તેમના સ્માઇલમાં જરા પણ ઘટાડો ન થયો. હું કેબિનમાંથી નિકળીને ટોઇલેટમાં ઘુસી ગઇ અને ત્યાં રડતી રહી.. જો કે આ તો માત્ર શરૂઆત હતી.
ત્યાર પછીની સાંજે તેમણે ફરી મને કેબિનમાં બોલાવી. જેવી હું અંદર પહોંચી તો મે જોયું કે તેઓ દરવાજાની નજીક જ ઉભા હતા. હું કાંઇ પણ સમજુ તે પહેલા જ તેમણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો. હું બચવાનો પ્રયાસ કરવા લાગી જેથી તેમણે મને જવા દીધી. હું રડતા રડતા બહાર ભાગી. ઓફીસનાં એક ખુણામાં એકાંત જોઇને હું ત્યાં બેસી ગઇ અને રડવા લાગી.
તે સમયે મારૂ સમગ્ર જીવન મારી સામે ઘુમી રહ્યું હતું. હું પરિવારની પહેલી સભ્ય હતી જે પોતાનું પૈતૃત શહેર છોડીને દિલ્હીમાં નોકરી કરવા માટે આવી હતી. ગત્ત ત્રણ વર્ષોની નોકરી દરમિયાન દિલ્હીમાં કામ કરવા ઘણા મોર્ચાઓ પર સંઘર્ષ કર્યો હતો. અગાઉ મારા પરિવારની મહિલાઓ ભણ્યા બાદ નોકરી નહોતી કરતી. મે આ પિતૃસત્તાત્મકતા સામે લડીને આવી હતી. હું પોતાનાં પિતાનાં પૈસા મોકલવાનો પણ ઇન્કાર કરતી હતી. કારણ કે મારે પોતે જ પોતાનાં પગ પર ઉભા થવું હતું. હું એક સફળ અને સન્માનિત પત્રકાર બનવા માંગતી હતી.
આ ઉપરાંત ગઝાલા વહાબે પોતાની સ્ટોરીમાં અન્ય પણ ઘણી બાબતો લખી છે. તેમાં તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આ દરમિયાન હું કોને તેમની મદદ કરી અને કોણે નહોતી કરી. હાલ આ યાતના સહ્યા બાદ તેમણે નોકરી છોડવાનો નિર્ણય લઇ લીધો. તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતું આખરે તેમણે નોકરી છોડી દીધી. તે દુખી થઇને પોતાનાં ઘરે ગઇ અને પરિવારજનોને કહ્યું. પિતાએ સંપુર્ણ વાત સાંભળ્યા બાદ કહ્યું, જા બીજી નોકરી શોધ. પિતાની આ વાત સાંભળી તે ખુબ જ રડી હતી. આ સાથે જ ગઝાલાએ લખ્યું કે, 21 વર્ષ પસાર થયા બાદ તે આ ઘટનાને પાછળ છોડી ચુકી હતી. તેમણે સંકલ્પ લીધો હતો કે પીડિતા નહી બને અને ન કોઇને તક આપશે કે પોતાનું કેરિયર બર્બાદ કરી શકે.