Viral Video: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. જેમાં એક મહિલા તેના પાળતું શ્વાનને લઈને લિફ્ટમાં જઈ રહી હતી. તે લિફ્ટમાં એક નાનકડું બાળક પણ હતું. આ પાળતું કૂતરાએ લિફ્ટમાં જ બાળકને બચકું ભરી લીધુ. પરંતુ આમ છતાં તે કૂતરાની માલિકણે બાળક પર ધ્યાન ન આપ્યું અને ઉલ્ટું લુચ્ચું હાસ્ય રેલાવતી રહી. વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે કેસ દાખલ કરી લીધો છે. 


વીડિયો 5 સપ્ટેમ્બરનો સાંજનો 6 વાગ્યાનો છે. વીડિયોમાં લિફ્ટમાં મહિલા સાથે જઈ રહેલા પાળતું શ્વાને બાળકને કરડી લીધુ. ચોંકાવનારી વાત એ જોવા મળી કે આમ છતાં મહિલાએ બાળક પ્રત્યે કોઈ દયા દેખાડી નહીં અને હસતી રહી. બાળક દર્દથી પરેશાન થતું રહ્યું અને મહિલાએ એક નજર પણ બાળક પર ફેરવી નહીં. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube