ગાઝિયાબાદ: 5 લોકોના મોત, ઘરમાંથી મળી સલ્ફાસની ગોળીઓ
ગાઝિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ વિસ્તાર (Indirapuram)માંથી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી.
ગાજિયાબાદ: ગાઝિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ વિસ્તાર (Indirapuram)માંથી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ છે. તેમાં પતિ અને એક પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે એક પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી તરફ ફ્લેટમાં બે બાળકો અને સસલાની લાશ મળી આવી છે. મળતી માહિતી અનુસાર મૃતક ગુલશનનો પરિવાર સાહિબાબાદનો રહેવસી છે.
ગાઝિયાબાદ: બે પત્નીઓ સાથે 8મા માળેથી લગાવી છલાંગ, ફ્લેટમાંથી બે બાળકોની લાશ મળી આવી
ફ્લેટની દિવાલ પર સુસાઇડ નોટ પણ લખેલી છે. જેમાં આર્થિક તંગી અને રાકેશ વર્માના નામના વ્યક્તિને આત્મહત્યાનું કારણ ગણાવ્યું છે અને બધી લાશોને એકસાથે સળગાવવાની વાત કહી છે. પોલેસે તેને આત્મહત્યાનો ગણીને તપાસ કરી રહી છે. છલાંગ લગાવતાં પહેલાં પતિ અને તેની બે પત્નિઓએ ઘરમાં સુતા બાળકોના ગળા દબાવીને અને ચાકૂ વડે હત્યા કરી દીધી. એટલું જ નહી પાલતૂ સસલાનેને પણ ગળુ દબાવીને મારી નાખ્યું હતું.
તો આ તરફ રાકેશ વર્મા નામનો વ્યક્તિ જેના નામનો દિવાલ પર લખેલી સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે તે ગુલશનને પૈસા આપી રહ્યો ન હતો. કેસને ગંભીરતાથી લેતાં પોલીસે તપાસ માટે ત્રણ ટીમો બનાવી છે. પોલીસ રાકેશ વર્માની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર સંજના પાંચ વર્ષથી પરિવાર સાથે રહેતી હતી. તે જીન્સનો બિઝનેસ કરતી હતી. ગાંધીનગરમાં જીન્સની ફેક્ટરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube