ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાઝિયાબાદ (Ghaziabad) માં થયેલા દાઢી કાંડને મુદ્દો બનાવી તોફાનો ફેલાવવાનો પ્રયાસકરનાર આરોપી અને સમાજવાદી પાર્ટીના નેતા ઉમ્મેદ પહલવાની (Ummed Pahalwan) ને પોલીસે દિલ્હીની એલએનજેપી હોસ્પિટલની પાસેથી ધરપકડ કરી હતી. આરોપી ઘણા દિવસથી ફરાર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીથી ઉમ્મેદ પહલવાનની થઈ ધરપકડ
ગાઝિયાબાદ પોલીસ ઉમ્મેદ પહલવાનને લોની પોલીસ સ્ટેશન લઈ જશે. પોલીસ સ્ટેશન લઈ જતા પહેલા ઉમ્મેદનું મેડિકલ ચેકઅપ કરાવાશે. ઉમ્મેદ પહલવાનનું લોકેશન સતત ગાઝિયાબાદ, નોઇડા અને બુલંદશહરમાં ટ્રેસ થઈ રહી હતી. આખરે દિલ્હીથી તેની ધરપકડ કરવામાં આવી છે. 


પોલીસથી બચવા માટે અજમાવી આ તરકીબ
મહત્વનું છે કે ઉમ્મેદ પહલવાન એક શાતિર અપરાધીની જેમ વ્યવહાર કરી રહ્યો હતો. તેણે પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી લીધો હતો અને સિમ કાઢી નાખ્યું હતું. પરંતુ તે પોતાના લોકો સાથે ઇન્ટરનેટ કોલિંગથી વાત કરતો હતો. 


આ પણ વાંચોઃ અનલોક વચ્ચે કેંદ્રની રાજ્યોને એડવાઇઝરી, કોરોના પ્રોટોકોલ પર આપ્યા નિર્દેશ


ઉમ્મેદ પહલવાનના રિમાન્ડ માંગશે પોલીસ
ગાઝિયાબાદના એસએસપીએ કહ્યુ કે, ઉમ્મેદ પહલવાનની દિલ્હીની એલએનજેપી હોસ્પિટલની પાસેથી ધરપકડ કરવામાં આવી છે. મેડિકલ બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. તેની પૂછપરછ કરવામાં આવશે. પોલીસ કોર્ટમાં ઉમ્મેદના રિમાન્ડ માંગશે. 


ઉમ્મેદે કર્યો હતો તોફાનો ભડકાવવાનો પ્રયાસ
મહત્વનું છે કે હાલમાં કેટલાક લોકોએ ગાઝિયાબાદના લોનીમાં જાદુઈ તાવિદના ચક્કરમાં એક વૃદ્ધ અબ્દુલ સમદની સાથે મારામારી કરી હતી અને તેમની દાઢી કાપી નાખવામાં આવી હતી. ત્યારબાદ ઉમ્મેદ પહલવાને ઉબ્દુલ સમદની સાથે 24 મિનિટ ફેસબુક લાઇવ કર્યું હતું. તેણે તોફાનો ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. 


ફેસબુક લાઇવમાં અબ્દુલ સમજે જૂઠ બોલ્યું કે જય શ્રીરામ અને વંદે માતરમના નારા ન લગાવવાને કારણે તેમને માર મારવામાં આવ્યો અને દાઢી કાપવામાં આવી. ત્યારબાદ ઉમ્મેદે બીજા સમુદાયને અંજામ ભોગવવાની ધમકી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube