Unlock વચ્ચે કેંદ્રની રાજ્યોને એડવાઇઝરી, કોરોના પ્રોટોકોલ પર આપ્યા નિર્દેશ

લોકડાઉનને ખોલતી વખતે કોવિડ અનુકૂળ વ્યવહાર, ટેસ્ટિંગ-ટ્રેકિંગ-સારવાર અને રસીકરણ માટે રણનીતિ અપનાવવી જરૂરી છે. 

Unlock વચ્ચે કેંદ્રની રાજ્યોને એડવાઇઝરી, કોરોના પ્રોટોકોલ પર આપ્યા નિર્દેશ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના ઘટતા જતા કેસ બાદ રાજ્યોમાં અનલોક (Unlock) ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એવામાં ફરીથી કેસ વધવાનો ખતરો પણ વધી ગયો છે. આ દરમિયાન કેંદ્રીય ગૃહ મંત્રાલયએ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને એડવાઇઝરી (Centre Advisory To States) જાહેર કરી છે. તેમાં કોરોના સાથે સંકળાયેલી ગાઇડલાઇન્સના નક્કર પાલન કરાવવાની વાત કહી છે. 

ટેસ્ટિંગ-ટ્રેકિંગ-સારવારની નીતિ પર કરે કામ
ગૃહ મંત્રાલ્યના સેક્રેટરી અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે કે લોકડાઉનને ખોલતી વખતે કોવિડ અનુકૂળ વ્યવહાર, ટેસ્ટિંગ-ટ્રેકિંગ-સારવાર અને રસીકરણ માટે રણનીતિ અપનાવવી જરૂરી છે. 

તેમણે કહ્યું કે એવામાં રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશ રસીકરણની ગતિ તેજ કરે. મહામારીની બીજી લહેર દરમિયાન ઘણા રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોમાં સંક્રમણના કેસમાં વધારો થયો. આ બીટ ઘણા રાજ્યોને સંક્રમણ પ્રસારને રોકવા માટે પ્રતિબંધ પણ લગાવે. 

વ્યવસ્થિત હોય અનલોકની પ્રક્રિયા
હોમ સેક્રેટરીએ કહ્યું કે 'સંક્રમણના કેસમાં ઘટાડો જોતાં ઘણા રાજ્યો અને રાજ્યો કેંદ્ર શાસિત પ્રદેશોએ પ્રતિબંધોમાં રાહત આપવાનું શરૂ કરી દીધું છે, એવામાં હું એ કહેવા માંગુ છું કે લોકડાઉન ખોલવાની પ્રક્રિયા સાવધાનીપૂર્વક વ્યવસ્થિત અને જમીની સ્થિતિના અવલોકનના આધાર પર હોય.'

કોવિડ ગાઇડલાઇન્સનું કરવામાં આવે પાલન
હોમ સેક્રેટરીએ આપત્તિ વ્યક્ત કરી કે કેટલાક રાજ્યોમાં પાબંધીઓમાં છૂટ આપવાથી બજારોમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કર્યા વિના લોકોની ભીડ જમા થઇ ગઇ છે. તેને રોકવી જરૂરી છે. કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ 19 વિરૂદ્ધ રસીકરણ મહત્વપૂર્ણ છે. રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશ વેક્સીનેશન ગતિ તેજ કરે. 

કોરોનાની બીજી લહેર (Corona second wave) લગભગ અટકી ગઇ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના એક્ટિવ કેસ 74 દિવસ બાદ સૌથી ઓછા છે. સતત પાંચમા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 60,753 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 1,647 લોકોને કોરોના સંક્રમણના લીધે મોત થયા છે. આ દરમિયાન દેશમાં 97,743 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) ના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ આંકડો ત્રણ કરોડ પહોંચવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news