નવી દિલ્હીઃ UP Crime News: ગાઝિયાબાદમાં ધર્માંતરણ મામલામાં એક નવી ચેટ સામે આવી છે. આ ચેટ મસ્જિદના મૌલવી અને જૈન પરિવારના સગીર છોકરા વચ્ચે થઈ છે. તેમાં વુજૂ કરવા અને નમાજ પઢવાના સમય વિશે જણાવવામાં આવ્યું છે. આ ચેટ ડિસેમ્બર 2022ની છે. એક ચેટમાં છાત્રએ કહ્યું કે, હું આ સમયે સ્કૂલમાં છું, નમાજ અદા કરી શકીશ નહીં. મૌલવીએ તેના પર જવાબ આપતા કહ્યું કે આજે જુમા છે, જુમાની નમાજ અદા કરવી ખુબ જરૂરી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્માંતરણની જાળમાં ફસાયો યુવક
પોલીસનું કહેવું છે કે આ ચેટથી એક વાત સ્પષ્ટ થાય છે કે જૈન પરિવારનો છોકરો ધર્માંતરણની જાળમાં ફસાઈ ચુક્યો હતો અને હવે તે બીજા સાથીઓને પણ આવી સલાહ આપી રહ્યો હતો. પોલીસની પાસે નવી જાણકારી સામે આવી છે કે ધર્માંતરણના ખુલાસા છતાં આ યુવક પરત ફરવા તૈયાર નથી. રૂમમાં બંધ થઈને હજુ પણ નમાજ અદા કરે છે. પોલીસનું માનવું છે કે આ છાત્રને મજબૂત કાઉન્સિલિંગની જરૂર છે. 


આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ


ગાઝિયાબાદ પોલીસની ચાર સભ્યોની ટીમ બદ્દોને શોધવા માટે છેલ્લા ઘણા દિવસથી મહારાષ્ટ્રમાં છે. તે ઠાણેના મુમ્બ્રા, દેવરીપાણા વિસ્તારમાં સતત રેકી કરી રહી છે. પરંતુ બદ્દોના માતા અને ભાઈ સતત પોલીસના સંપર્કમાં છે. આ પહેલા બદ્દોના સરેન્ડર કરવાની તૈયારીની વાતો સામે આવી હતી, પરંતુ હજુ સુધી તે પોલીસની સામે આવ્યો નથી. 


20 એકાઉન્ટની થઈ રહી છે તપાસ
આ વચ્ચે ગાઝિયાબાદ પોલીસે ખાન શહનવાઝ મકસૂદ ઉર્ફે બદ્દો, મસ્જિદના મૌલવી રહમાન અને બંને પરિવારના બેન્ક ખાતાની તપાસ શરૂ કરી છે. તેની સાથે જોડાયેલા 20 જેટલા બેન્ક ખાતાની તપાસ થઈ રહી છે. પોલીસને શહનવાઝના બેન્ક ટ્રાન્ઝેક્શનનો 150 જેટલા પેજનો રિપોર્ટ મળી ગયો છે. તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ મામલામાં મુખ્ય આરોપીનું નામ બદ્દોના રૂપમાં સામે આવ્યું છે, જે મહારાષ્ટ્રના ઠાણેનો રહેવાસી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube