ગાઝિયાબાદ: 5 લોકોની હત્યા-આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, રાકેશ વર્માની શોધખોળ કરી રહી છે પોલીસ
ગાઝિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ (Indirapuram)થી મંગળવાર સવારે પાંચ લોકોની હત્યા-આત્મહત્યાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. વૈભવ ખંડ સ્થિત ફ્લેટની દિવાલો પર એક સુસાઇડ નોટ લખી જેમાં આર્થિક તંગીની સાથે-સાથે રાકેશ વર્માને હત્યા-આત્મહત્યાની પાછળનું કારણ ગણાવવામાં આવ્યું હતું.
ગાઝિયાબાદ: ગાજિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ (Indirapuram)થી મંગળવાર સવારે પાંચ લોકોની હત્યા-આત્મહત્યાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. વૈભવ ખંડ સ્થિત ફ્લેટની દિવાલો પર એક સુસાઇડ નોટ લખી જેમાં આર્થિક તંગીની સાથે-સાથે રાકેશ વર્માને હત્યા-આત્મહત્યાની પાછળનું કારણ ગણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસની તપાસ માટે ગાજિયાબાદ પોલીસે ત્રણ ટીમો બનાવી અને રાકેશ વર્માની શોધખોળમાં લાગી ગઇ. પોલીસ રાકેશ વર્માનું લોકેશન ટ્રેસ કરી લીધું છે. તેનું લોકેશન કલકત્તામાં મળ્યું છે. ગાજિયાબાદદ પોલીસ તેમની જલદી ધરપકડ કરશે.
બીજી તરફ કેસમાં સતત નવા ખુલાસા થઇ રહ્યા છે. એપાર્ટમેન્ટના આઠમા માળેથી છલાંગ લગાવનાર બે મહિલાઓ અને ગુલશન વાસુદેવ નામનો એક પુરૂષ હતો. કહેવામાં આવી રહ્યું હતું કે બંને મહિલાઓ ગુલશનની પત્ની હતી. પછી ખબર પડી કે બીજી મહિલા સંજના ગુલશનની મેનેજર હતી. ગુલશન જીન્સનો બિઝનેસ કરતો હતો જેને સંજના સંભાળતી હતી. જોકે પોલીસે જ્યારે સંજનાના પરિવારવાળાઓ સાથે વાત કરી તો કેસ કંઇક અલગ જ સામે આવ્યો.
ગાઝિયાબાદ: બે પત્નીઓ સાથે 8મા માળેથી લગાવી છલાંગ, ફ્લેટમાંથી બે બાળકોની લાશ મળી આવી
મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવનાર સંજનાનું લગ્ન પહેલાં ગુલશન નામ હતું. સંજનાના ભાઇ ફિરોજે પોલીસને જણાવ્યું કે દોઢ વર્ષ પહેલાં એની બહેન ગુલશને જીન્સના બિઝનેસ ગુલશન વાસુદેવ સાથે લગ્ન કરી લીધા અને પોતાના નામ બદલીને સંજના રાખી લીધું. ફિરોજે જણાવ્યું કે લગ્ન કર્યા બાદ પરિવાર સાથે રહેવા લાગી જોઇકે પહેલાં જ લગ્ન અને બે બાળકોના પિતા ગુલશન વાસુદેવના પરિવારને બંનેના લગ્ન વિશે જાણકારી ન હતી.
ગાજિયાબાદ પોલીસે કલકત્તા સાથે વાતચીત કરી છે તેને જલદી પકડી લેવામાં આવશે. જોકે ધરપકડ બાદ એ વાતની ખબર પડશે કે રાકેશ વર્માનું આ કેસ સાથે શું લેવાદેવા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube