બાપરે...આટલું ઓછું હતુ ત્યાં ખાણી-પીણીની આ વસ્તુઓમાં પણ ધરખમ ભાવવધારો!
વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. એક બાદ એક વસ્તુના વધતા ભાવથી મધ્યમવર્ગના લોકોની કમર તૂટી ગઈ છે. ત્યારે લોકો પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાશે. જેમાં ઘી, દહીંથી લઈને આઈસ્ક્રીમ સુધીની અનેક વસ્તુ મોંઘી થવાની છે.
નવી દિલ્હીઃ દૂધની સતત વધતી કિંમતની પશુપાલકો અને દૂધમાંથી બનતી વસ્તુઓ પર અસર પડે છે. દૂધમાંથી બનતી વસ્તુના ભાવ વધતાથી ગરીબોની તાળી પર સિધી અસર પડે છે. ત્યારે આની અસર ઓછી કરવા સરકાર પણ એક્શનમાં છે. કેન્દ્રીય પશુપાલન વિભાગની ડેરી મંત્રાલય ઉદ્યોગ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં GST, બજારમાં લાગતો ટેક્સ ઘટાડી કેટલીક વસ્તુની આયાત વધારવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો. જેની સિધી અસર આ વસ્તુઓની કિંમતો પર પડી શકે છે.
દૂધના ભાવમાં 10 રૂપિયાનો થયો વધારો-
છેલ્લા એક વર્ષમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થયો છે. તો ઓક્ટોબર મહિનાથી લઈને ડિસેમ્બર 2022 સુધીમાં દૂધની ખરીદ કિંમતમાં 3 ટકાનો વધારો થયો હતો. જેની સામે દૂધની માગમાં 10 ટકાનો વધારો નોંધાયો હતો. જેથી દૂધના ભાવ પર સિધી અસર જોવા મળી રહી છે. પૂરવઠો ઓછો હોવાથી ઘીના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ઉનાળા પહેલાં જ ફેબ્રુઆરીમાં સરેરાશથી વધુ ગરમી પડતા દૂધનું ઉત્પાદન ઓછું થયું છે.
ટેક્સ ઘટાડી આપી શકાશે રાહત-
હાલ માગ અને પૂરવઠાનું સંતુલન ખોરવાઈ ચૂક્યું છે. જેથી ઉદ્યોગોએ GST, બજાર ટેક્સ અને આયતમાં વધારો કરવાની માગ કરી રહ્યા છે. હાલ ડેરી ઉત્પાદનો પર 12 ટકા GST લાગે છે. જેથી તેમાં ઘટાડો કરી 5 ટકા કરવામાં આવે તો લોકોને થોડી રાહત મળી શકે છે. પરંતુ જો ટેક્સ કે GSTના ઘટે તો તહેવારમાં ઘી, પનીર અને આઈસ્ક્રીમ સહિતની દૂધમાંથી બનતી વસ્તુઓના ભાવમા ભડકો થઈ શકે છે.