બેગૂસરાય: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019) દરમિયાન બિહારની રાજનીતિનો પારો પણ વધી ગયો છે. વોટ આપવા મુંગેર પહોંચ્યા ગિરિરાજ સિંહએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, જો દેશની સામે કોઇ કંઇપણ બોલે છે તો હું વિષરાજ છું અને વિષરાજ રહીશ. ગિરિરાજ સિંહ આજે મતદાન કરવા બેગૂસરાય પહોંચ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: UPમાં મતદાન ચાલુ, કન્નૌજમાં સપાના નેતાઓને કર્યા નજર કેદ


ગિરિરાજ સિંહ સતત મીડિયામાં કોઇના કોઇ કારણતી ચર્ચામાં રહે છે. આ અગાઉ પણ ગિરિરાજ સિંહએ એક ચૂંટણી જનસભામાં કહ્યું હતું કે, ‘જે વંદેમાતરમ નહીં બોલે, તેને કબર માટે ત્રણ હાથ જગ્યા પણ નહીં મળે.’ જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, ગિરિરાજનું આ નિવેદન લઘુમતિઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનું હતું. જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: બિહારની પાંચ બેઠક પર વોટિંગ ચાલુ, ગિરિરાજ સિંહએ કર્યું મતદાન


ત્યારે, મીસા ભારતીએ આ નિવેદન પર ગિરિરાજ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નવાદા છોડ બેગૂસરાય જવું પાકિસ્તાન જવા બરોબર છે. ગિરિરાજ સિંહ પોતાની ટીઆરપી વધારવા માટે ગમેતેવા નિવેદનો આપતા રહે છે.


વધુમાં વાંચો: આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતમાં બદલાઇ શકે છે ‘ફાની’, બે દિવસ ભારે વરસાદની આશંકા


મીસા ભારતીના નિવેદન પર પલટવાર કરતા ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહએ પણ કહ્યું કે, મીસા ભારતીએ આપત્તિજનક નિવેદન આપ્યું છે. ગિરિરાજ સિંહ બેગૂસરાય આવ્યા છે જે પાકિસ્તાનની વાત કરશે અમે તેમને ઠીક કરશું. આ ધરતી ગંગા અને દિનકરથી ઓળખાય છે. દુનિયાની કોઇ તાકાત નથી કે જે બેગૂસરાયને પાકિસ્તાન બનાવી શકે છે.


વધુમાં વાંચો: ખુબ જ મહત્વની આ સીટ... જીતનું અંતર નક્કી કરશે કે દેશમાં 'મોદી લહેર' યથાવત છે કે નહીં


સાથે જ તેમણે કહ્યું કે, ગિરિરાજ કઇપણ બોલે છે તો તેને વિવાદિત બનાવી દેવામાં આવે છે જ્યારે બીજા લોકો કઇપણ બોલી દે તો તેના પર કોઇ પ્રતિક્રિયા આપવામાં આવતી નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...