નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે (Giriraj Singh) કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ગિરિરાજ  સિંહે કહ્યું કે ઉધારનું નામ લેવાથી કોઈ ગાંધી ન થઈ જાય. હકીકતમાં તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) ના રામલીલા મેદાનમાં યોજાયેલી ભારત બચાવો રેલીમાં અપાયેલા નિવેદન પર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે હું મારા ભાષણ માટે માફી માંગીશ નહીં. મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભારત બચાવો' રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું- મારું નામ રાહુલ સાવરકર નહી, ગાંધી છે


ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી (Sonia Gandhi)  અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) નો ફોટો ટ્વીટ કરતા લખ્યું કે "વીર સાવરકર તો સાચા દેશભક્ત હતાં...ઉધારની સરનેમ લેવાથી કોઈ ગાંધી બની જતું નથી. કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત થવા માટે તો નસેનસમાં શુદ્ધ હિન્દુસ્તાન લોહી જોઈએ." કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે "વેશ  બદલીને અનેક લોકોએ હિન્દુસ્તાનને લૂંટ્યું છે પણ હવે નહીં એવું નહીં થાય. આ ત્રણ કોણ છે? શું આ ત્રણેય દેશના સામાન્ય નાગરિક છે?"


'ભારત બચાવો' રેલીમાં પ્રિયંકા ગાંધીનો ભાજપ પર હુમલો, કહ્યું-દેશ વ્હાલો હોય તો અવાજ ઉઠાવો'


તેમણે કહ્યું હતું કે માફી તો નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહે (Amit Shah) દેશની માંગવી જોઈએ. નોંધનીય છે કે ભાજપે માગણી કરી છે કે રાહુલ ગાંધી રેપ કેપિટલ (Rape Capital) વાળા નિવેદન પર માફી માંગે. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....