giriraj singh

ભારત-પાકિસ્તાન મેચ પર સાનિયા મિર્ઝાએ કરી એવી વાત કે...

પંજાબ સરકારમાં મંત્રી પરગટ સિંહ તરફથી પણ આવી માગણી કરાઈ છે. પંજાબમાં કેબિનેટ મંત્રી પરગટ સિંહે કહ્યું કે આ મેચ થવી જોઈએ નહીં.

Oct 18, 2021, 11:54 AM IST

India-Pak મેચ રદ થશે? જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વચ્ચે કેંદ્રીય મંત્રીનું મોટું નિવેદન

જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તના પ્રાયોજિત આતંકવાદી ઘટનાઓ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને રદ કરવાની માંગ તેજ થઇ રહી છે. હવે આ મામલે કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh) એ મોટું નિવેદન આપ્યું છે.

Oct 17, 2021, 07:38 PM IST

Giriraj Singh એ Mamata Banerjee ને ગણાવ્યા 'તાનાશાહ', નોર્થ કોરિયાના કિમ જોંગ સાથે કરી તુલના

ચૂંટણી પરિણામ બાદ બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને મમતા બેનર્જી ભાજપના નિશાના પર છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેમની તુલના કિમ જોંગ ઉન સાથે કરી છે. 

May 4, 2021, 06:55 PM IST

Bird Fluના વધતા કહેર વચ્ચે કન્દ્રીય મંત્રીએ ઈંડા-ચિકન ખાતા લોકોને આપી આ સલાહ

કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે બર્ડ ફ્લૂ નો કહેર વધી ગયો છે. બર્ડ ફ્લૂ (Bird Flu) ધીરે ધીરે દેશના મોટા ભાગોને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)નું મોટું નિવેદન સામે આવ્યું છે

Jan 6, 2021, 05:47 PM IST

Love Jihad: અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર ગિરિરાજ સિંહનો પલટવાર

લવ જેહાદ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી  (Asaduddin Owaisi)ના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)એ પલટવાર કર્યો છે. 
 

Nov 23, 2020, 04:40 PM IST

‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’

કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે. 

Feb 21, 2020, 12:26 PM IST

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ગિરિરાજસિંહને કહ્યું મોઢુ સંભાળીને વાત કરો

BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને કડક સંદેશો આપ્યો છે. સુત્રો અનુસાર જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહને અકારણ નિવેદનબાજી નહી કરવા કડક સંદેશ આપ્યો છે. તેમણે ગિરિરાજસિંહનાં તે નિવેદન અંગે પણ નારાજગી વ્યક ત કરી છે. હાલમાં જ ગિરિરાજ સિંહે દેવબંધ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે દેવબંધને આતંકવાદની ગંગોત્રી ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ગિરિરાજસિંહ સહારનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મંચ પરથી સંબોધિત કરતા કહ્યું કે, મોટા આતંકવાદીઓ બધા અહીંથી જ નિકળ્યા છે, પછી તે હાફીઝ સઇદ હોય કે કોઇ બીજો હોય. 

Feb 15, 2020, 06:40 PM IST

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ બોલ્યા, 'શરજિલ ગદ્દાર, ભાજપે કહ્યું, આ શાહીન બાગ નહીં 'તૌહીન બાગ' છે

ગિરિરાજ સિંહે કહ્યું, તે કહે છે કે બધાનું લોહી સામેલ છે અહીંની માટ્ટીમાં... કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે. આ ગદ્દારોની વાત સાંભળીને કેમ માનું કે તેનું લોહી સામેલ છે, અહીંની જમીનમાં? 

Jan 25, 2020, 05:46 PM IST

કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ગઝવા એ હિન્દની સાથે રાહુલ જવા માંગે છે'

 નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019), એનઆરસી (NRC) અને એનપીઆર (NPR) ને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત ઉઠી રહેલા વિરોધના સ્વર પર ભાજપના નેતા ગિરિરાજ સિંહે (Giriraj Singh) જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આક્રમક પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી હિન્દુસ્તાનનું ઈસ્લામીકરણ કરવા માંગે છે. ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે આ દેશ તૂટે અને તેઓ રાજ  કરી શકે. 

Dec 30, 2019, 10:39 AM IST

જે કામ મુગલો-અંગ્રેજોએ ન કર્યું, તે રાહુલ ગાંધી અને ટુકડે-ટુકડે ગેંગ કરી રહ્યાં છેઃ ગિરિરાજ સિંહ

રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ટુકડે-ટુકડે ગેંગના લોકો દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કોંગ્રેસની બેવડી નીતિની કારણે દેશને ભ્રમમાં નાખવાનું કામ થઈ રહ્યું છે. 

Dec 28, 2019, 06:23 PM IST

મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ. 

Dec 14, 2019, 03:00 PM IST

હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ

હિંદી દિવસ પ્રસંગે ઓવૈસીના વિવાદિત ટ્વીટ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વળતો પ્રહાર કર્યો

Sep 14, 2019, 07:28 PM IST

આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ પાકિસ્તાન હજી પણ ગધેડા જ એક્સપોર્ટ કરે છે: ગિરિરાજ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોમવારે ચંદ્રયાન-2 મુદ્દે પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તેની આકરી ઝાટકણી કાઢી

Sep 8, 2019, 09:58 PM IST

RSSની તપાસવાળા પત્ર અંગે JDU-BJP સામસામે, ત્યાગીએ ગિરિરાજની ઝાટકણી કાઢી

આરએસએસની તપાસ મુદ્દે ગિરિરાજ સિંહનાં નિવેદન અંગે કેસી ત્યાગીએ આકરી ટીપ્પણી કરી હતી

Jul 19, 2019, 09:49 PM IST

કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે, કહ્યું ખેડૂતોનો થશે વિકાસ

કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે ઝી મીડિયા સાથે વિશેષ વાતચીતમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો માટે અલગ અલગ યોજનાઓ દ્વારા તેમના વિકાસ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગાય-ભેંસની જાતિ સુધારવા માટે કાર્યની શરૂઆત કરવામાં આવી છે તેમજ માછીમારોની સુરક્ષા માટે વિશેષ ટેકનોલોજી પણ આગામી સમયમાં શરુ કરવામાં આવશે.
 

Jul 14, 2019, 07:45 PM IST
In Conversation With Union Minister Giriraj Singh PT3M44S

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ આજે ગુજરાતની મુલાકાતે, જુઓ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીત

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ આજે ગુજરાતની મુલાકાતે છે.ત્યારે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં ગિરિરાજ સિંહે જણાવ્યું કે ખેડૂતો, પશુપાલકો અને માછીમારો માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે.અને ખેડૂતોની આવક બમણી કરવું લક્ષ્ય છે.

Jul 14, 2019, 05:40 PM IST

બિહાર: ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની સરખામણી કિમ જોંગ ઉન સાથે કરી

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરખામણી ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક કિમ જોંગ ઉન સાથે કરી. શુક્રવારે  તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના રાજનૈતિક વિરોધીઓનું દમન કરવા માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવું કરે છે તે પ્રકારની ક્રુરતા પર ઉતરી આવ્યાં છે. 

Jun 8, 2019, 12:02 PM IST

ઇફ્તારના ટ્વીટ બાદ અમિત શાહે ગિરિરાજની ઝાટકણી કાઢી, JDUએ કર્યો વિરોધ

ગિરિરાજ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ઇફ્તાર પાર્ટી મુદ્દે ટ્વીટર પર વ્યંગ કર્યો હતો જે મુદ્દે હાલ બિહારનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે

Jun 4, 2019, 10:18 PM IST

ઇફ્તાર દાવતમાં હાજરી મુદ્દે ગિરિરાજના કટાક્ષ અંગે નીતીશનો વળતો પ્રહાર

બિહારમાં અલગ અલગ રાજનીતિક દળો દ્વારા આયોજીત ઇફ્તાર પાર્ટી અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના કટાક્ષ અંગે મંગળવારે મુખ્યમંત્રી નીતીશ કુમારે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ગિરિરાજ આ બધુ મીડિયાનું ધ્યાન મેળવવા માટે કરી રહ્યા છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને ફોન કરીને સલાહ આપી છે. તેમણે સિંહને વિવાદિત ટ્વીટ કરતા દુર રહેવા માટે જણાવ્યું છે. 

Jun 4, 2019, 09:03 PM IST

ભાઇ બહેન બંન્ને વિકાસ મુદ્દે અમારા કાર્યકર્તા સાથે ચર્ચા માટે સમર્થ નહી: ગિરિરાજસિંહ

ભાજપ નેતા ગિરિરાજસિંહે કહ્યું કે, આ લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ ઉમેદવાર છે તેઓ નરેન્દ્ર મોદી એક પ્રતિક છે

May 11, 2019, 06:40 PM IST