Whatsapp Chat Viral: એક કરોડ રૂપિયા કમાતો વર જોઈએ છે, વિદેશમાં હોય તો વધુ સારું રહેશે- યુવતીની જબરી ડિમાન્ડો
Trending News: કેટલીકવાર છોકરીઓ તેમના જીવનસાથીની શોધ કરતી વખતે ઘણી બધી અપેક્ષાઓ રાખે છે. બોયફ્રેન્ડ હેન્ડસમ જોઈએ પણ પતિ પૈસાવાળો જ જોઈએ છે. આવો જ એક કિસ્સો મુંબઈમાં પણ જોવા મળ્યો હતો. 30 વર્ષની છોકરી તેની ડિમાન્ડને કારણે ચર્ચામાં આવી હતી.
Viral Whatsapp Chat: છોકરીઓ બોયફ્રેન્ડ બનાવવા માટે અનેક નખરા કરે છે. તમે જ્યારે તેમના પતિને જુઓ ત્યારે તમને ખબર પડે છે કે તેની પસંદ કેવી હતી. કારણ કે પતિ તો રૂપિયાવાળો જ જોઈએ છે. કેટલીકવાર છોકરીઓ તેમના પાર્ટનરની શોધમાં વધુ પડતી ડિમાન્ડ કરે છે. આવો જ એક કિસ્સો મુંબઈમાં પણ જોવા મળ્યો હતો. 30 વર્ષની છોકરી તેની ડિમાન્ડને કારણે ચર્ચામાં આવી હતી. તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના કારણે તે ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ચર્ચામાં છે.
અંબર નામના યુઝરે લગ્ન માટે મહિલાની ખાસ ડિમાન્ડના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે. પોસ્ટ અનુસાર, મુંબઈમાં રહેતી આ મહિલા એવી વ્યક્તિની શોધમાં છે કે જેની પાસે પોતાનું ઘર હોય અથવા શહેરમાં કાયમી નોકરી અથવા બિઝનેસ હોય. તેણીને શિક્ષિત પરિવારમાંથી એક છોકરો જોઈએ છે અને જો શક્ય હોય તો, તે સર્જન અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પસંદ કરશે.
વાર્ષિક 1 કરોડ રૂપિયા કમાતો છોકરો, વિદેશમાં રહેવાળો પણ ચાલશે
મહિલાની પસંદગીની શરતોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલા એવા પુરૂષની શોધમાં છે જે દર વર્ષે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા કમાય છે. આ પોસ્ટને 5 લાખથી વધુ વખત જોવામાં આવી છે. ઘણા યુઝર્સે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે. એક યુઝરે લખ્યું, "IT ડેટા અનુસાર, ભારતમાં માત્ર 1.7 લાખ લોકોની આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે. તેથી 37 વર્ષની ઉંમરે તમારા સપનાના માણસને મળવાની તક 0.01% છે." અન્ય એક યુઝરે લખ્યું, "આમાં કંઈ ખોટું નથી. દરેક વ્યક્તિને પસંદ કરવાનો અધિકાર છે. તેણીને તેનો વર પસંદ કરવાનો અધિકાર છે. પુરુષોને તેને નકારવાનો અધિકાર છે."
પોસ્ટ પર જબરદસ્ત આવી છે પ્રતિક્રિયાઓ
ત્રીજા યૂઝરે લખ્યું, "હું આ કહેવાતા લગ્નના બજારમાંથી પસાર થયો છું અને આવી પ્રોફાઇલ્સ પણ જોઈ છે. મને લાગે છે કે આવી પ્રોફાઇલ્સ એવા માતા-પિતા દ્વારા બનાવવામાં આવે છે જેમની ખૂબ જ અપેક્ષાઓ હોય છે." ચોથા યુઝરે પૂછ્યું, "1 કરોડ રૂપિયા કમાતા છોકરો એવી છોકરી સાથે શા માટે લગ્ન કરશે કે જેનો આખો પરિવાર મહિને 30,000 રૂપિયા કમાય છે?" પાંચમા યુઝરે લખ્યું, "છોકરાએ પણ હા કહી દેવું જોઈએ, ઠીક છે, હું લગ્ન માટે તૈયાર છું, પરંતુ જો બધું બરાબર ન રહે તો પછી ભરણપોષણની માંગ કરશે નહીં અને વકીલની હાજરીમાં કોઈ કાગળ પર સહી કરાવો."