અત્યારના સમયમાં લોકો પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપતા હોય છે. ખાસ કરીને યુવા વર્ગના લોકો જિમ જોઈન કરીને પોતાનું બોડી મેન્ટેઈન કરતા હોય છે. પહેલાની સરખામણીએ હવે બોડી બનાવનારાઓની સંખ્યા વધી ગઈ છે. માત્ર છોકરાઓ નહીં પરંતુ હવે તો છોકરીઓ પણ આ મામલે જરાય કમ નથી. યુવતીઓ યુવકોની જેમ અથવા તો તેમના કરતા પણ સારી રીતે બોડી બનાવવામાં જરાય પાછળ નથી. બોડી બિલ્ડિંગ ઉપરાંત મહિલાઓ ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધારવાનું કામ પણ કરે છે. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બોડી બિલ્ડર યુવતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીનું બોડી જોયા બાદ ઉડી જશે હોશ
જ્યારે પણ તમે જિમ જોઈન કરો છો તો  તમારે સતત કસરત કરવાની હોય છે. માત્ર કસરત જ નહીં પરંતુ સાથે સાથે ડાયટ ઉપર પણ એટલો જ ભાર મૂકવાનો હોય છે. વધુ ગળી, તળેલું કે ફેટ વધારતી વસ્તુઓથી અંતર જાળવવાનું હોય છે. પરિણામ તમે આ યુવતીનું જોઈ શકો છો. જેણે મહેનત અને લગનથી એક શાનદાર બોડી બનાવી છે. સુપ્રિતિ આચર્જી નામની યુવતીએ એવું શાનદાર બોડી બનાવ્યું છે કે જોઈને ભલભલાના હોશ ઉડી જાય. તેનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 



માત્ર બોડી બિલ્ડિંગમાં જ નહીં મોડલિંગમાં પણ દમદાર
સુપ્રિતિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી પહેરીને પોઝ આપતો એક વીડિયો શેર કર્યો છે. સાડી પહેરીને વોકિંગ કરતી સુપ્રિતિ કેમેરા સામે આવે છે. તેનો અંદાઝ એટલો જબરદસ્ત છે કે જોઈને દંગર રહી જશો. યુવકો તો આ જબરદસ્ત બોડી જોઈને ઊલ્ટા પગે ભાગવા માટે મજબૂર થઈ જશે. સુપ્રિતિએ લાલ અને ઓફ વ્હાઈટ કલરની સાડી પહેરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગે છે. તેનો અંદાઝ એટલો નિરાળો છે કે કોઈ પણ તેના ઉપર  ફિદા થઈ જાય. તેના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે આ કેટલાક સારા વીડિયોમાંથી એક છે. સુપ્રિતિ માત્ર બોડી બિલ્ડિંગમાં જ નહીં પરંતુ મોડલિંગમાં પણ દમદાર જણાઈ રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube