લખનૌ: જાહેરમાં રસ્તાની વચ્ચોવચ બે યુવતીઓની બાથમબાથીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌનો છે. છોકરીઓએ જાહેરમાં ખુબ હોબાળો મચાવ્યો. એક યુવતીએ તો બીજી યુવતીની ખુબ પીટાઈ કરી નાખી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી બીજી યુવતીની પીટાઈ કરે છે અને લોકો માર ખાઈ રહેલી યુવતીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આ મામલો લખનૌના આશિયાના વિસ્તારનો હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા
પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે એક યુવકે લગ્નનું વચન આપીને તેનો રેપ કર્યો અને ત્યારબાદ પોતાના મહિલા મિત્રોથી તેની પીટાઈ કરાવી દીધી. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ થયો છે. ફરિયાદના 15 દિવસ બાદ કેસ થયો. એવું પણ કહેવાઈ રહ્યું છે કે મારામારી કરતી યુવતી તે યુવકની હાલની પ્રેમિકા છે. જેણે પૂર્વ પ્રેમિકા સાથે મારપીટ કરી અને ગાળો પણ આપી. 


NCB અધિકારી સમીર વાનખેડે પર નવાબ મલિકની નવી ટ્વીટ, શેર કર્યું 'નિકાહનામું' અને લગ્નની તસવીર


અત્રે જણાવવાનું કે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ યૌન ઉત્પીડન અને મારપીટની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. અન્ય બે યુવતીઓ વિરુદ્ધ પણ પોલીસે કેસ દાખલ કર્યો છે. 


ફરવાના શોખીનો આનંદો...હવે તમને હાઈવેના ઢાબા પર મળશે આ ખુબ જ મહત્વની સુવિધા


પોલીસ અધિકારીએ કહ્યું કે કેસની તપાસ થઈ રહી છે. આરોપીઓની જલદી ધરપકડ થશે. તેમને અરેસ્ટ કરવા માટે ટીમ પણ બનાવી દવાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube