NDA ની પ્રવેશ પરીક્ષા આપી શકશે છોકરીઓ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ
દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) માં સામેલ થવાની વાટ જોઈ રહેલી છોકરીઓ માટે મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તેમની પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે.
નવી દિલ્હી: દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) માં સામેલ થવાની વાટ જોઈ રહેલી છોકરીઓ માટે મોટા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તેમની પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે.
5 સપ્ટેમ્બરે થવાની છે પરીક્ષા
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે છોકરીઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ની પ્રવેશ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે. આ પ્રવેશ પરીક્ષા 5 સપ્ટેમ્બરે થવાની છે. કોર્ટે કહ્યું કે આ પરીક્ષા બાદ NDA માં છોકરીઓની ફાઈનલ એન્ટ્રી કોર્ટમાં ચાલી રહેલા કેસના અંતિમ ચુકાદાને આધીન હશે.
ઘણા સમયથી હતી માંગણી
અત્રે જણાવવાનું કે છોકરીઓને અત્યાર સુધીમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી નહતી. છોકરીઓ અને તેમના પરિજન આ મુદ્દે લાંબા સમયથી સરકાર પાસે છૂટ આપવાની માંગણી કરી રહ્યા હતા. આ મામલે સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જેના પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube