નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CAG ના કાર્યાલયમાં આજે પ્રથમ ઓડિટ દિવસે સંબોધન કરતા સરકારી વિભાગોને કહ્યું કે કેગ જે પણ દસ્તાવેજ, આંકડા અને ફાઈલ માંગે તે તેમને ઉપલબ્ધ કરાવવા જોઈએ. તેમણે કહ્યું કે આજે આપણને દેશની અખંડિતતાના નાયક સરદાર પટેલની પ્રતિમાના અનાવરણની તક મળી છે. ગાંધીજી હોય, સરદાર પટેલ હોય કે બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્ર નિર્માણમાં આ બધાનું યોગદાન સીએજી માટે, આપણા બધા માટે, કોટિ કોટિ દેશવાસીઓ માટે ખુબ મોટી પ્રેરણા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે દેશમાં ઓડિટને એક આશંકા, ભય સાથે જોવામાં આવતો હતો. 'CAG વિરુદ્ધ સરકાર' એ આપણી વ્યવસ્થાની સામાન્ય સોચ બની ગઈ હતી. પરંતુ આજે તે માનસિકતાને બદલવામાં આવી છે. આજે ઓડિટને વેલ્યૂ એડિશનનો  મહત્વનો ભાગ માનવામાં આવે છે. અમે પૂરી ઈમાનદારી સાથે ગત સરકારોનું સત્ય, પછી ભલે તે ગમે તે સ્થિતિ હતી, તેને દેશની સામે રાખી છે. આપણે સમસ્યાઓને ઓળખીશું, તો જ સમાધાન શોધી શકીશું. 


Chandra Grahan 2021: હંમેશા અશુભ નહીં...શુભ ફળ પણ આપે છે ચંદ્રગ્રહણ, આ વખતે આ રાશિઓને કરાવશે ખુબ લાભ


પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત સમગ્ર દુનિયામાં ત્રીજુ સૌથી મોટુ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ચૂક્યું છે. આજે 50થી વધુ આપણા ભારતીય યુનિકોર્ન ઊભા થઈ ચૂક્યા છે. ભારતીય IITs આજે ચૌથી સૌથી મોટી યુનિકોર્ન પ્રોડ્યુસર બનીને ઊભરી છે. 


આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે રાજકોષીય ખાધ અને સરકારી ખર્ચ પર તમારી ચિંતાઓને સકારાત્મક લીધી છે. કેગે મહામારી સમયે અપનાવવામાં આવેલા ઉત્તમ ઉપાયો અને ક્રમબદ્ધ શીખામણોનો અભ્યાસ કરવો જોઈએ અને વૈજ્ઞાનિક તથા સશક્ત લેખા પરીક્ષણથી વ્યવસ્થા મજબૂત અને પારદર્શક બનશે. 


Team India નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો


પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ડેટા જ સૂચના છે અને આવનારા સમયમાં આપણો ઇતિહાસ પણ ડેટા દ્વારા જોયો અને જાણ્યો જશે. આ અવસરે પ્રધાનમંત્રીએ કેગ કાર્યાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. કાર્યક્રમમાં Comptroller and Auditor General of India ગિરીશચંદ્ર મૂર્મુ પણ હાજર રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube