કોચ્ચિ: કેરળ (Kerala) ના કોચિમાં નિયમિત ઉડાણ દરમિયાન રવિવારે સવારે એક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત (Glider Crashed) થયું, અકસ્માતમાં નેવીના બે કર્મચારીઓના મૃત્યુ થયા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ અકસ્માતની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપિકા, સારા અને શ્રદ્ધાની પૂછપરછ કરનારા NCBના અધિકારીને થયો કોરોના


અકસ્માતની જાણકારી આપતા રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કેરળના કોચિ જિલ્લામાં રવિવારે સવારે થોમ્પુમ્પદી પુલ પાસે ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થયું જેના કારણે બે નેવીના અધિકારીઓનું મૃત્યુ થયું છે. નેવીના નિવેદનમાં કહેવાયું છે કે નિયમિત તાલિમ માટે આઈએનએસ ગરૂડથી રવાના થયા અને સવારે લગભગ સાત વાગે ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થયું. 


દેશની આ 5 જગ્યાઓ છે અત્યંત મનમોહક, રમણીય છતાં જવા પર પ્રતિબંધ, લેવી પડે 'ખાસ મંજૂરી'


તપાસના આદેશ
ગ્લાઈડરથી ઉડાણ ભરનારા બે નેવીના અધિકારીઓનું મૃત્યુ થયું છે. તેમની ઓળખ ઉત્તરાખંડના લેફ્ટેનન્ટ રાજીવ ઝા (39) અને બિહારના પેટી અધિકારી સુનીલકુમાર (29) તરીકે થઈ છે. આ બંનેને ડોક્ટરોએ આઈએનએચએસ સંજીવનીમાં મૃત જાહેર કર્યા છે. દક્ષિણી નેવી કમાને આ દુર્ઘટનાના તપાસના આદેશ આપી દીધા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube