નવી દિલ્હી: ભારતીય સેનાએ ચીનના જૂઠાણાનો ખુલાસો કર્યો છે. ચીન LAC પર સતત કરારનું ઉલ્લઘંન કરી રહ્યું છે અને ભારતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને સ્થિતિની જાણકારી આપવામાં આવી છે. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સની ટીક્કા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનનું અખબાર ગ્લોબલ ટાઇમ્સ ખોટા તથ્યો રજૂ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતીય સંરક્ષણ મંત્રાલયે નકાર્યો ચીનનો આરોપ, આપ્યું આ નિવેદન


વિદેશ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, અમે ગ્લોબલ ટાઇમ્સ અને ચાઇના ડેલી રિપોર્ટ જોયો છે. તેમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના સંબંધમાં ટિપ્પણીઓ કરવામાં આવી છે. આ રિપોર્ટ્સ સંપૂર્ણ ખોટો છે અને તથ્યો પર આધારીત નથી. વિદેશ મંત્રાલયે કહ્યું અમે ચીનની મીડિયાને આ સદેશ આપવા માંગીએ છે કે તેઓ આવી બનાવટી રિપોર્ટિંગ કરશો નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર