પણજીઃ કોરોના વાયરસથી એક તરફ જ્યાં દેશ થોભી ગયો છે, તો આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રવિવારના દિવસે ભારતનું તટીય રાજ્ય ગોવા નવી સિદ્ધિ લઈને આવ્યું છે. અહીં કોરોના વાયરસના તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સાત મામલા સામે આવ્યા હતા, જેમાં છ પહેલા જ સ્વસ્થ થઈ ગયા હતા. આખરી દર્દીનો કોરોના રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો ત્યારબાદ તેને પણ રજા આપી દેવામાં આવી છે. 


ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 કેસ, 27 મૃત્યુઃ સ્વાસ્થ્ય મંત્રાલય

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના પ્રથમ ગ્રીન ઝોન રાજ્ય બનવાનો માર્ગ મોકળો
તેવામાં હવે ગોવાનું દેશનું પ્રથમ ગ્રીન ઝોન રાજ્ય બનવાનો માર્ગ મોકળો બની ગયો છે. આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા બીએલ સંતોષે પણ ટ્વીટ કર્યું હતું કે, જો બધુ સરકારની યોજના અનુસાર રહ્યું તો ગોવા 20 એપ્રિલ સુધી ગ્રીન ઝોનમાં સામેલ થનાર દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યના દક્ષિણ ગગોવા જિલ્લાને પહેલા જ ગ્રીન ઝોન જાહેર કરી દીધો છે. જે ક્ષેત્રમાં કોવિડ-19ના મામલા આવતા નથી તેને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવે છે અને બંધમાં છૂટ આપી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...