ભારતના આ શહેરમાં ફરી કોરોનાનો કહેર, શું આવી રહી છે ચોથી લહેર?
Coronavirus Update: દેશમાં કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે 24 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. તમામ વિદ્યાર્થીઓ ગોવાના બિટ્સ પિનાલીમાં અભ્યાસ કરે છે. અંહી લગભગ 2800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંક્રમણના કેસ સામે આવ્યા બાદ પ્રવેશ કરતા તમામ લોકોનું થર્મલ સ્કેન કરવામાં આવે છે.
પણજી: દક્ષિણ ગોવા સ્થિત બિટ્સ પિલાની પરિસરમાં 24 વિદ્યાર્થીઓના કોરોના સંક્રમિત આવતા ભારે હડકંપ મચી ગયો છે. ત્યારબાદ આખા કેમ્પસને હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓનું પ્રવેશ કરતા પહેલા થર્મલ સ્કેન કરવામાં આવી રહ્યું છે.
ઓનલાઈન મોડ પર અભ્યાસ
સહયોગી વેબ સાઈટ ઇન્ડિયા ડોટ કોમના રિપોર્ટ અનુસાર, બિટ્સ પિલાનીમાં લગભગ 2800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંસ્થાના જનસંપર્ક અધિકારી અર્જૂન હલર્નકરનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પરિસરમાં કોવિડ ટેસ્ટ બાદ 24 વિદ્યાર્થી સંક્રમિત મળ્યા છે. ત્યારબાદ તમામ વર્ગોને ઓનલાઈન મોડમાં કરી દેવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે શુક્રવારના વધુ આઠ સેમ્પલ કોવિડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
રશિયાએ ભારતને કરી આ વિનંતી! યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી લાવરોવની ખાસ ઓફર
ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા વધુ 8 સેમ્પલ
તેમનું કહેવું છે કે, કેમ્પસ રિસ્પોન્સ ટીમના નિર્ણય બાદ વર્ગોને ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુ 8 સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે. અમે અમારા વર્ગો ઓનલાઈન કરવાની સાથે અહીં યોજાતા તમામ કાર્યક્રમો અને સમારોહને રદ કરવાનો નિર્ણય કર્યો છે.
પુતિને પાઠવી PM મોદીને શુભેચ્છાઓ, રશિયન વિદેશ મંત્રીએ ખુબ કરી ભારતની પ્રશંસા
2-3 દિવસ પહેલા થઈ હતી ટેસ્ટની શરૂઆત
હલર્નકરે કહ્યું કે અમે સાવચેતી તરીકે 2 થી 3 દિવસ પહેલા કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે અમે અમારા પ્રોટોકોલ અનુસાર વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાના શરૂ કર્યા તો 24 વિદ્યાર્થી સંક્રમિત મળી આવ્યા. જો કે, કેમ્પસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સ્ટ્રાઈક રેટ વધારે નથી. હેલ્થ ઓથોરિટી પહેલાથી જ કેમ્પસમાં છે. સંક્રમિતોના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
Russia Ukraine War: યુદ્ધને મામલે ચીને અમેરિકાને ઘેર્યું, NATO પર પણ 'હુમલો'
કેમ્પસ માટે જાહેર દિશાનિર્દેશ
કોવિડના કેસ સામે આવ્યા બાદ દક્ષિણ ગોવા જિલ્લા પ્રશાસને કેમ્પસ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેને લાગુ પણ કરવામાં આવ્યા છે. તેમા કેમ્પસના તમામ લોકોની અનિવાર્ય તપાસ, ક્વોરન્ટાઈન ફેસિલિટીની સ્થાપના, ઓફલાઈન વર્ગો બંધ કરવા વગેરે સામેલ છે.
પ્રથમ વખત ખોટો સાબિત થયો ધોનીનો નિર્ણય! આ ખેલાડી બન્યો CSK ની હારનો સૌથી મોટો જવાબદાર
રાખવી પડશે સાવધાની
તમને જણાવી દઈએ કે, કોરોનાના ઘણા ઓછા કેસ સામે આવી રહ્યા છે. એવામાં કેન્દ્રની સાથે રાજ્ય સરકારે પણ કોવિડ પ્રતિબંધોમાં મોટી રાહત આપી છે. સ્કૂલ અને કોલેજ પણ ફરીથી ખુલી ગયા છે. રેસ્ટોરન્ટથી લઇને થિયેટર અને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોએ લગભગ માસ્ક પહેરાવનું પણ છોડી દીધું છે. એવામાં ગોવાના બિટ્સ પિલાનીમાં એક સાથે 24 વિદ્યાર્થીઓના કોરોના સંક્રમિત થતા સવાલો ઉભા કરે છે. એવામાં જો જલદી કોઈ સાવધાની રાખવામાં નહીં આવે તો કોરોનાની ચોથી લહેર આવાની આશંકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube