મનોહર પર્રિકરના પણજી ખાતે થશે અંતિમ સંસ્કાર, રાષ્ટ્રીય શોક જાહેર
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન રવિવારે સાંજે 06.40 વાગ્યે તેમના પોતાના ઘરે થયું
પણજી : ગોવાના મુખ્યમંત્રીમનોહર પર્રિકરે લાંબી બિમારી બાદ રવિવારે 17 માર્ચ 2019નાં રોજ નિધન થઇ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને તેમના નિધન અંગેની માહિતી આપી. અગાઉ થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને તેમની સ્થિતી ગંભીર હોવાનું જણાવાયું હતું. તેમનાં નિધનના સમાચાર સાંભળીને જ તેમનાં ઘરની બહાર લોકો એકત્ર થવા લાગ્યા છે.
સોમવારે સાંજે પણજીમાં મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારથી સામાન્ય લોકો પોતાનાં નેતાના અંતિમ દર્શન કરી શકશે. સરકારે સોમવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મનોહર પર્રિકરનો પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે પણજીનાં ભાજપ ઓફીસમાં સવારે 09.30 મિનિટથી 10.30 વાગ્યા સુધી રાખવામાં આવશે.
- સવારે 10.30 વાગ્યે તેમનું પાર્થિવ શરીર કલા એકેડેમીમાં રાખવામાં આવશે.
- સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તેમના સમર્થકો અને સામાન્ય નાગરિકો તેમના દર્શન કરી શકશે.
- પણજીનાં એસએજી મેદાનમાં સાંજે 5 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મનોહર પર્રિકરા નિધનનાં સમાચાર સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને આપી. આ અગાઉ તેમની ગંભીર સ્થિતી અંગે સીએમઓએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. મુખ્યમંત્રીના આવાસ પર પ્રથમ પહોંચના પુલીસ મહાનિર્દેશક પ્રણવ નંદા હતા.