નવી દિલ્લીઃ ગોવા વિધાનસભાની 40 બેઠકોનું પરિણામ ગણતરીના કલાકોમાં જાહેર થશે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં ભાજપ 18 સીટો પર અને કોંગ્રેસ 17 સીટો પર આગળ છે. એકંદરે અહીં કાંટાની ટક્કર છે. બીજી તરફ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપક્ષ ઉમેદવાર છે ઉત્પલ પર્રિકર છે-
ભાજપ સાથે નારાજગીના કારણે ઉત્પલ પર્રિકર પણજીથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિવંગત નેતા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે આ બેઠક પરથી ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપે તેમને અહીંથી ટિકિટ આપી ન હતી. આ પછી, ઉત્પલે બળવો કર્યો અને પણજીથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું અને હવે તે ભાજપના ઉમેદવાર અતાનાસિયો મોન્સેરેટ અને કોંગ્રેસના એલ્વિસ ગોમ્સ કરતા વલણોમાં આગળ છે.


આ દિગ્ગજ ચહેરાની ઈજ્જત દાવ પર-
મનોહર પર્રિકરના મૃત્યુ પછી પ્રમોદ સાવંત (ભાજપ), વિપક્ષના નેતા દિગંબર કામત (કોંગ્રેસ), ભૂતપૂર્વ સીએમ ચર્ચિલ અલેમાઓ (ટીએમસી), રવિ નાઈક (ભાજપ), લક્ષ્મીકાંત પારસેકર (અપક્ષ), ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ વિજય સરદેસાઈની ઈજ્જત પણ દાવ પર છે.


ગોવામાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ સરકાર ભાજપ દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી, જેમાં ભાજપે GFP અને MGP અને અપક્ષ ઉમેદવારોની મદદથી સત્તાનો દાવો કર્યો હતો. મનોહર પર્રિકર મુખ્યમંત્રી તરીકે ગોવાના રાજકારણમાં પાછા ફર્યા હતા. તેમના મૃત્યુ પછી, પ્રમોદ સાવંતે 19 માર્ચ 2019 ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે સમયે ગોવામાં 40 બેઠકોમાંથી કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 13 બેઠકો જીતી હતી. આમ છતાં ભાજપે સરકાર બનાવી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી હતી.