પણજી: ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ મંગળવારે કહ્યું કે તટીય રાજ્યની સરકાર વિવાહના રજિસ્ટ્રેશનથી પહેલા એચઆઇવી ટેસ્ટ ફરજિયાત કરવા પર વિચાર કરી રહી છે. રાણેએ આઇએએનએસને જણાવ્યું કે, અમે ગોવામાં મેરેજના રજિસ્ટ્રેશનથી પહેલા ભાવી દંપતિ માટે એચઆઇવી ટેસ્ટ ફરજિયાત કરવા પર વિચાર કરી રહ્યાં છે. તે અત્યારે ફરજિયાત નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ‘વૈવાહિક દુષ્કર્મ’ને ડિવોર્સનું કારણ માનવાથી કોર્ટનો ઇન્કાર, કોર્ટે આપ્યું આ કારણ


રાણે, જેઓ કાયદા મંત્રી પણ છે. તેમણે કહ્યું કે મેરેજ પહેલા એચઆઇવી ટેસ્ટ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવ પર કાયદા વિભાગ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે.


કર્ણાટક: સરકાર બચાવવાનો પ્રયત્ન, સોનિયાના કહેવા પર ગુલામ નબી બેંગલુરુ રવાના


2006માં તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ રાખ્યો હતો, જેમાં ગોવા કેબિનેટે મેરેજ પહેલા એચઆઇવી પરીક્ષણને ફરજિયાત કરવાના કાયદાને મંજૂરી આપી હતી. પરંતુ પહેલ વધતી ન હતી.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...