કર્ણાટક: સરકાર બચાવવાનો પ્રયત્ન, સોનિયાના કહેવા પર ગુલામ નબી બેંગલુરુ રવાના

કર્ણાટકમાં શાસક જેડીએસ-કોંગ્રેસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજકીય સંટકમાં ફસાયેલી સરકારને બચાવવા માટે કોંગ્રેસે પ્રયત્નો વધારી દીધા છે.

કર્ણાટક: સરકાર બચાવવાનો પ્રયત્ન, સોનિયાના કહેવા પર ગુલામ નબી બેંગલુરુ રવાના

બેંગલુરુ: કર્ણાટકમાં શાસક જેડીએસ-કોંગ્રેસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજકીય સંટકમાં ફસાયેલી સરકારને બચાવવા માટે કોંગ્રેસે પ્રયત્નો વધારી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે ઉકેલ લાવા માટે સોનિયા ગાંધીના કહેવા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ બેંગલુરુ જવા રવાના થઇ ગયા છે.

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રોશન બેગે મંગળવારે વિધાનસભાથી રાજીનામુ આપ્યું છે. તેમણે સ્પીકરને તેમનું રાજીનામુ સોંપ્યું. તે પહેલા મંગળવાર સવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં રોશન બેગ સહિત 12 ધારાસભ્યો સામેલ થયા નહતો. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં સામેલ ના થયા તેમના નામ આ પ્રકારે છે.

  1. રામલિંગા રેડ્ડી
  2. ડૉ. સુધાકર
  3. રોશન બેગ
  4. તુકારામ
  5. અંજલિ નિંબાલકર
  6. એમટીબી નાગરાજ
  7. સંગમેશ્વર
  8. શિવન્ના
  9. ફાતિમા
  10. બી નાગેન્દ્ર
  11. રાજે ગૌડા
  12. રામાપ્પા

વધુમાં વાંચો:- મુંબઇમાં સમાજસેવી સ્વરૂપચંદ ગોયલનું 89 વર્ષની ઉંમરે નિધન

ધારાસભ્ય તુકારામ, એમટીબી નાગરાજ અને ડૉ. સુધાકરે ખરાબ સ્વાસ્થ્ય હોવાનું જણાવી મીટિંગમાં ભાગ લીધો નહોતો. પાર્ટીએ આ પહેલા સોમવારે બધા ધારાસભ્યોથી આ બેઠકમાં સામેલ થવા કહ્યું હતું. આ સાથે જ પાર્ટીએ સંકેત આપ્યા હતા કે જો બળવાખોર ધારાસભ્ય આ બેઠકમાં સામેલ નહીં થયા તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કર્ણાટકના રાજકારણમાં ઉથલપાથલનો મુદ્દો મંગળવારે લોકસભામાં પણ ઉઠ્યો હતો. લોકસભામાં અધીર રંજને કહ્યું કે શિકારની પોલિટિક્સ બંધ થવી જોઇએ. લોકતંત્રને બચાવીને રાખો. આ લોકો કહી રહ્યાં છે કે, કર્ણાટક બાદ હવે મધ્ય પ્રદેશનો વારો છે. ધારાસભ્યો જબરજસ્તી અહીંથી ત્યાં લઇ જવામાં આવે છે. તેના પર રાજનાથ સિંહે જવાબ આપતા કહ્યું કે, તમે લોકો તમારા ઘરને સંભાળી શકતા નથી અને અમારી પર આરોપ લગાવી રહ્યાં છો. આ કરવાથી સદનનો સમય બરબાદ થઈ રહ્યો છે.

સીપકરે કહ્યું કે યોગ્ય રીતે આપવામાં આવ્યા નથી રાજીનામા
કર્ણાટકમાં શાસક કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારમાં 13 ધારાસભ્યોના રાજીનામાં અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ સમર્થન પરત ખેંચવાથી રાજકીય સંકટ વચ્ચે વિધાનસભા સ્પીકરે મંગળવારે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ યોગ્ય રીતે રાજીનામુ આપ્યું નથી. તેના પર નિર્ણય લેવાનો કોઇ સમય નક્કી નથી. તેના પર પ્રતિક્રિયા આપતા સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું કે, આ એક પ્રક્રિયાગત મુદ્દો છે. તેના સંબંધમાં કેટલાક નિશ્ચિત નિયમ છે, તેના આધારે અમારે નિર્ણય લેવાનો છે. સ્પીકરની ઑફિસે જવાબદારી સાથે નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આ સંબંધમાં કોઇ સમય સીમા નિર્ધારિત નથી. આ નિયમોમાં એક જોગવાઈ કહે છે કે જો સ્પીકર આશ્વસ્ત થાય છે કે રાજીનામુ કોઇ દબાણ વગર અને સ્વૈચ્છિક આધાર પર આપવામાં આવ્યું છે અને તેને સ્વીકાર કરવામાં આવી શકે છે. પરંતુ જો તે ન થાય તો મારે શું કરવું તે ખબર નથી? મારી પાસે તે પરિસ્થિતિમાં વધુ માહિતી નથી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news