પણજીઃ ગોવામાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયેલું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા 'ક્યાર' વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળે નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તોફાની પવનના કારણે કેટલાય ઝાડ પડી ગયા છે.  હવામાનની વિકટ પરિસ્થિતિના કારણે ગોવા યુનિવર્સિટી દ્વારા શુક્રવાર અને શનિવારની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 12 કલાક દરમિયાન 'ક્યાર' વાવાઝોડું વધુ જોર પકડે તેવી સંભાવના છે. ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓને બહાર ન નિકળવાની અને માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. 


ભારે વરસાદના કારણે પાણી ભરાયાં
કાનાકોનાને દક્ષિણ ગોવાના મારગાંવ સાથે જોડરનારા ધોરીમાર્ગ સહિત અનેક સડકો પર વરસાદના પાણી ફરી વળ્યાં છે. ફાયર બ્રિગેડના અનુસાર, ગુરૂવાર રાતથી રાજ્યના વિવિધ ભાગમાં સડકો પર ઝાડપ પડી જવાના 50થી વધુ ફોન કોલ આવ્યા છે. 


PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાન આપણું છે, પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરેલો છેઃ સેના પ્રમુખ


પ્રવાસીઓને 27 ઓક્ટોબર સુધી ગોવા ન આવવા સલાહ
ભારતીય હવામાન વિભાગની ગોવા ખાતેની વેધશાળાએ ગુરૂવારે પ્રવાસીઓને સલાહ આપી છે કે, તેઓ 27 ઓક્ટોબર સુધી ફરવા માટે ગોવા ન આવે. આગામી બે દિવસ હજુ ગોવાનું હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. ગોવા હવામાન વિભાગના ડિરેક્ટર ડો. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, "દક્ષિણ આરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી દબાણને પગલે ગોવાને ગુરૂવારથી રેડ એલર્ટ પર મુકવામાં આવેલું છે. હવામાન વધુ ખરાબ થવાની આશંકાના કારણે પ્રવાસીઓને 24થી 27 ઓક્ટોબર સુધી ગોવા ન આવવા સલાહ આપવામાં આવી છે."


#AssemblyElections2019 : વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી 32 લાખ ટ્વીટ્સ કરાઈ


મહારાષ્ટ્રને પણ થશે અસર
ડો. કૃષ્ણમૂર્તિએ વધુમાં જણાવ્યું કે, "અરબી સાગરમાં સર્જાઈ રહેલા હવાના હળવા દબાણના કારણે મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. આગામી 12 કલાકમાં રાજ્યના સમુદ્ર કિનારાના જિલ્લા રત્નાગિરિ અને સિંધુદૂર્ગમાં તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે."


આગામી 12 કલાકમાં શક્તિશાળી બનશે 'ક્યાર'
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આગામી 12 કલાક દરમિયાન વાવાઝોડું 'ક્યાર' શક્તીશાળી બનીને સમુદ્રી કિનારા પર ત્રાટકે તેવી સંભાવના છે. આ વાવાઝોડું ભારતીય સમુદ્રી કિનારાઓને સ્પર્શીને ઓમાન તરફ ફંટાય તેવી સંભાવના છે. વાવાઝોડાના કારણે 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. શનિવારે તેની ઝડપ 110 કિમી પ્રતિ કલાકની થવાની સંભાવના છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...