PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાન આપણું છે, પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરેલો છેઃ સેના પ્રમુખ

રાવતે વધુમાં જણાવ્યું કે, "જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી લીધો છે, તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત નથી. અહીંના લોકોને આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પીઓકે હકીકતમાં પાકિસ્તાનનો એક આતંકવાદી નિયંત્રિત ભાગ છે."
 

PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાન આપણું છે, પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરેલો છેઃ સેના પ્રમુખ

નવી દિલ્હીઃ સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે શુક્રવારે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, Pok અને ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો જ ભાગ છે. પાકિસ્તાનના આતંકવાદીઓનો તેના પર ગેરકાયદે કબ્જો છે. રાવતે જણાવ્યું કે, આપણે જને જમ્મુ-કાશ્મીર કહીએ છીએ તો તેમાં પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થઈ જાય છે. 

પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આપણા પશ્ચિમના પડોશી દેશ દ્વારા ગેરકાયદેસરનો કબ્જો કરવામાં આવેલો છે. રાવતે વધુમાં જણાવ્યું કે, "જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી લીધો છે, તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત નથી. અહીંના લોકોને આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પીઓકે હકીકતમાં પાકિસ્તાનનો એક આતંકવાદી નિયંત્રિત ભાગ છે."

— ANI (@ANI) October 25, 2019

ભારતીય સેનાના વડાએ આગળ જણાવ્યું કે, "સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ભારતની સેના દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે."

સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે વધુમાં જણાવ્યું કે, હું વિશ્વાસ અપાવું છું કે, દુનિયામાં ઉપલબ્ધ સૌથી સારી રાઈફલ અમેરિકાની સિગ સોયર છે, જે ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતીય સેનાના જવાનો આપી દેવામાં આવશે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ પાકિસ્તાન તેનાં લક્ષણો ભુલતું નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news