આઝાદી પછી પણ સમુદ્રનાં આ કિનારા માટે ભારતે 14 વર્ષ લડાઇ લડી...
પોર્ટુગીઝોને 1510માં બીજાપુરનાં સુલ્તાન યુસૂફ આદિલ શાહને હરાવીને વેલ્હા ગોવા પર કબ્જો કરીને સ્થાયી કોલોની સ્થાપી હતી
નવી દિલ્હી : 1947માં દેશ આઝાદ થયા બાદ સરદાર પટેલનાં પ્રયાસોથી દેશી રજવાડાઓનું વિલિનીકરણ થયું. જો કે ગોવા ભારતને આધિન નહોતું આવ્યું. એવું એટલા માટે કારણ કે ત્યાં 1510થી જ પોર્ટુગીઝોનું શાસન હતું. આઝાદી પછી પણ ભારતનાં આગ્રહ છતા જ્યારે પોર્ટુગીઝોએ ગોવા અને દમણ અને દીવ પર પોતાનું નિયંત્રણ છોડ્યું નહી તો ભારતે ઓપરેશન વિજય હેઠળ 18-19 ડિસેમ્બર, 1961નાં રોજ ત્યાં સૈન્ય ઓપરેશન કર્યું. તેનાં 36 કલાકની અંદર જ ગોવા ભારતનો હિસ્સો બની ગયું. આ કારણે 19 ડિસેમ્બરે દર વર્ષે ગોવા મુક્તિ દિવસ સ્વરૂપે ઉજવવામાં આવે છે. 30 મે, 1987નાં રોજ ગોવાને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. જ્યારે દમણ અને દીવ કેન્દ્ર શાસિત ક્ષેત્ર બની ગયા. આ સંદર્ભે ગોવામાં પોર્ટુગીઝનાં 451 વર્ષનાં શાસન ઇતિહાસ પર પર એક નજર...
બહેન પ્રિયંકા વાડ્રા સાથે વેકેશન ગાળવા શિમલા પહોંચ્યા રાહુલ ગાંધી...
પોર્ટુગીઝ
ભારતમાં સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યા. તેમણે 1510માં બીજાપુરનાં સુલ્તાન યુસૂફ આદિલ શાહને હરાવીને વેલ્ગા હોવા (જુનુ ગોવા) પર કબ્જો કરીને સ્થાયી કોલોની બનાવી. 1843માં તેમણે પણજીને રાજધાની બનાવી. જો કે અંગ્રેજો ઉપરાંત પોર્ટુગીઝની નીતિઓ અપેક્ષાકૃત ઉદારી રહી. ગોવામાં કુલીન તંત્રને પોર્ટુગીઝોએ કેટલાક વિશેષાધિકાર આપ્યા હતા. 19મી સદીમાં આ વ્યવસ્થા થઇ કે ગોવામાં જે લોકો સંપત્તી કર ચુકવે છે તેમને પોર્ટુગીઝ સંસદમાં ગોવાનું પ્રતિનિધિત્વ પસંદ કરવા માટે મતદાનનો અધિકાર મળશે.
એપોલો હોસ્પિટલમાં જયલલિતા 1.17 કરોડ રૂપિયાનું ખાઇ ગયા...
ગોવા મુક્તિ આંદોલન
1910માં પોર્ટુગલમાં રાજાશાહી ખતમ થઇ ગઇ. તેનાં કારણે તમામ કોલોનીઓને લાગ્યું કે, તેમને સ્વ શાસનનો અધિકાર મળી જશે પરંતુ પોર્ટુગીઝની નિતિઓમાં કોઇ જ પરિવર્તન આવ્યું નહી. જેથી અહીં પોર્ટુગીઝ પાસેથી જાણકારીનો અવાજ ઉઠ્યો. 1920નાં દશકમાં ડૉ. ત્રિસ્તાવ બ્રંગેજા કુન્હા (1891-1958)નાં નેતૃત્વમાં આઝાદીની માંગ વધી ગઇ. આ કારણે ગોવા રાષ્ટ્રવાદનાં જનક પણ કહેવામાં આવે છે.
1946માં સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાએ ગોવામાં પોતાનાં મિત્રને મળવા માગે ગયા. અહીં તેમની ગોવાની મુક્તિ સંદર્ભે ચર્ચા થઇ. જેથી લોહિયાએ ત્યાં સવિનય અવજ્ઞા આંદોલન કર્યું. ઓપનિવેશક ગોવામાં 435 વર્ષમાં આ પહેલું આઝાદી સાથે જોડાયેલું આંદોલન હતું. જેથી તે તંત્ર માટે પણ ખુબ જ મહત્વનું હતું. કારણ કે ગોવામાં પોર્ટુગીઝ સરકારે કોઇ પણ પ્રકારની જનસભા પર પ્રતિબંધ લગાવેલો હતો. હજારો લોકોએ તેમાં હિસ્સો લીધો. જો કે ત્યાર બાદ લોહિયાને પકડીને ગોવાથી બહાર મોકલી દેવામાં આવ્યા.
IPL Auction: આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ, આ છે ટોપ 10...
વર્ષ 1947 બાદ
આઝાદીનાં સમયે ભારતીય નેતાઓને લાગ્યું કે અંગ્રેજોનાં ગયા બાદ પોર્ટુગીઝો પણ જતા રહેશે પરંતુ પશ્ચિમી કિનારે ગોવાની રણનીતિક સ્થિતીને જોતા પોર્ટુગીઝો તેને છોડવા માટે તૈયાર નહોતા.1950માં સરકારે વાતચીતનો પ્રયાસ કર્યો. જો કે તે સફળ રહ્યો નહી. ત્યાર બાદ 1953માં ભારતે લિસ્બન કૂટનીતિક મિશન હટાવી લીધું. 1954માં ગોવાથી ભારતનાં અન્ય હિસ્સામાં જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો.
ભારતીય વાયુસેના માટે 'સંજીવની જડીબુટ્ટી' છે, ઇસરો Gsat-7A સેટેલાઇટ...
બીજી તરફ ગોવામાં પોર્ટુગીઝ સરકાર વિરુદ્ધ બળવો ફાટી નિકળ્યો. 1954માં દાદરા અને નગર હવેલીનાં અનેક એંકલેવ્સ પર ભારતીયોએ કબ્જો જમાવી લીધો. વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂએ કહ્યું કે, પોર્ટુગીઝની હાલની ગોવા સરકારને દેશ સહન નહી કરે. જો કે પોર્ટુગીઝ પોતાની વાત પર મક્કમ રહ્યું. જેથી 18 ડિસેમ્બર 1961નાં રોજ ભારતે દિવ,દમણ અને ગોવા પર સૈન્ય કાર્યવાહી કરી અને માત્ર 36 કલાકની અંદર જ સમુદ્રી, હવાઇ અને હૂમલામાં પોર્ટુગીઝનાં મુળીયા ઉખેડી નાખ્યા. પોર્ટુગલનાં ગવર્નર જનરલ વસાલો ઇ સિલ્વાએ ભારતી સેના સામે સરેન્ડર કર્યું. જેના પગલે ગોવા 451 વર્ષ બાદ મુક્ત થયું.
આજથી Xiaomi નો બંપર સેલ, ફોનથી માંડીને TV પર મળશે એકદમ સસ્તા !...