પણજી: ગોવાના દિવંગત મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્રએ હવે રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા છે. જો કે જ્યા સુધી પર્રિકર જીવિત હતા ત્યા સુધી તેમના પુત્રએ રાજનીતિથી દુર જ રહ્યા હતા. તેમનો નાનો પુત્ર વિદેશમાં રહે છે. અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે, તેમના મોટા મોટા પુત્ર ઉત્પલ પર્રિકર રાજનીતિમાં ભાગ્ય અજમાવી શકે છે. સ્થાનીક ભાજપ યૂનિટ તેમને ટીકિટ આપવાની માંગ પણ કરી ચુકી છે. પર્રિકરનાં નિધનથી તેમની સીટ ખાલી થઇ ચુકી છે. જો તેમના પુત્ર રાજનીતિમાં આવે તો સંભવ છે કે તેઓ પર્રિકરની સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શશિ થરુરનાં ટ્વીટ અંગે વિવાદ, ભાજપ અને સીપીએમએ માફીની માંગ કરી

હવે મનોહર પર્રિકરના પુત્રએ શનિવારે નિવેદન આપીને સંકેત આપ્યા હતા કે તેઓ પોતાનાં પિતાનાં દેશ અને રાજ્યમાં પ્રતિ સમર્પણની વિરાસત બહાર પાડવા માટે રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે. મનોહર પર્રિકર લાંબા સમય સુધી અગ્નાશય સંબંધીત બિમારીના કારણે 17 માર્ચનાં રોજ નિધન થઇ ગયું હતું. 


સામાન્ય નાગરિકો ફ્રીમાં જોઇ શકશે રોકેટ લોન્ચિંગ, ઇસરોએ બનાવ્યું સ્ટેડિયમ

પર્રિકરના નિધન બાદથી જ ગોવામાં આ ક્યાસ લગાવવાનું ચાલુ થઇ ગયું હતું કે તેમના પુત્ર ઉત્પલ અને અભિજાતના લોકસભા ચૂંટણી અથવા તેમના પિતાનાં નિધન બાદ પણજી વિધાનસભા સીટથી પેટા ચૂંટણી લડી શકે છે. પુત્રની તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે રાજ્ય અને રાષ્ટ્ર માટે તેમની સેવા અને સમર્પણનો વારસો ચાલુ રાખતા તેમના જીવનનું સન્મના કરીશું. 
40 લોકો CRPFના શહીદ થઇ ગયા... તે અંગે મને આશંકા : ફારુક અબ્દુલ્લા

પત્ર અનુસાર, અમે ગોવા સરકાર, ભારત સરકાર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ભાજપ, ગઠબંધનના સાથીઓ અને અન્ય રાજનીતિક પાર્ટીઓનાં સભ્યે પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. આ તમામથી ઉપર અમે હજારો કાર્યકર્તાઓનાં તેમના પ્રેમ અને સ્નેહ માટે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. તમે લોકો હંમેશા તેમનો આધાર રહ્યા. મનોહર પર્રિકરનાં મોટા પુત્ર ઉત્પલ પર્રિકરે શુક્રવારે પત્રકારોને જણાવ્યું કે, તે આગામી સમયમાં રાજનીતિમાં જોડાવા અંગે નિર્ણય લેશે.