એકવાર ફરી ખૂલ્યુ ગોવા, પણ જતા પહેલા આ નિયમો જાણી લેજો
ભારતીયોનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા (Goa) લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલી ગયું છે. લાંબા લોકડાઉન બાદ જો તમે કંટાળી ગયા છો અને ક્યાંક ફરવા જવાનું મન થઈ રહ્યું છે તો તમે ગોવાનો પ્લાન બનાવી શકો છો. તમારું મન સમુદ્ર કિનારે ફરવાનું થઈ રહ્યું છે તો તમારું આ સપનુ પૂરુ થઈ શકે છે. પરંતુ આ વખતે ગોવામાં કોરોના મહામારીને પગલે કાયદા પણ કડક થવા જઈ રહ્યાં છે. જો તમે જરા ચૂક કરો તો તમારી મોજમસ્તીનું પ્લાનિંગ સજા પણ બની શકે છે.
ઝી મીડિયા/બ્યૂરો : ભારતીયોનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા (Goa) લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલી ગયું છે. લાંબા લોકડાઉન બાદ જો તમે કંટાળી ગયા છો અને ક્યાંક ફરવા જવાનું મન થઈ રહ્યું છે તો તમે ગોવાનો પ્લાન બનાવી શકો છો. તમારું મન સમુદ્ર કિનારે ફરવાનું થઈ રહ્યું છે તો તમારું આ સપનુ પૂરુ થઈ શકે છે. પરંતુ આ વખતે ગોવામાં કોરોના મહામારીને પગલે કાયદા પણ કડક થવા જઈ રહ્યાં છે. જો તમે જરા ચૂક કરો તો તમારી મોજમસ્તીનું પ્લાનિંગ સજા પણ બની શકે છે.
આ ત્રણ નિયમોનું પ્લાનિંગ અત્યંત જરૂરી
હોટલનું પ્રિબુકિંગ કરી લેવું
ગોવા સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી ગાઈડલાઈન (Guidelines) અનુસાર, હવે ક્યારેય મુસાફરીને ગોવામાં પ્રવેશ કરવા માટે હોટલનું પ્રી-બુકિંગ (Pre Booking) કરવાની જરૂર પડશે.
સલ્ફ ડિકલરેશન
હોટલમાં બુકિંગ દરમિયાન તમારે સેલ્ફ ડિકલેરેશન કરવાનું રહેશે કે, તમને કોરોના વાયરસ પોઝિટિવ નથી.
કોરોના ફ્રીનું સર્ટિફિકેટ
ગોવા સરકારે કહ્યું કે, ટુરિસ્ટ્સને રાજ્યમાં પ્રવેશ કરવા માટે ડોક્ટર પાસેથી કોરોના ફ્રી હોવાનું સર્ટિફિકેટ (Health Certificate) બતાવવું પડશે. મુસાફરે ગોવામાં મુસાફરી દરમિયાન તે સાથે જ રાખવું પડશે.
આ પણ છે નિયમ
રસ્તા, હવાઈ કે જળ માર્ગથી ગોવા પહોંચવા માટે મુસાફરોને થર્મલ સ્કેનિંગમાંથી પસાર થવું પડશે.
તમારા હોટલ બુકિંગના કાગળોની પણ તપાસ થશે.
જો તમારી પાસે ડોક્ટર દ્વારા જાહરે કરાયેલ કોરોના ફ્રી સર્ટિફિકેટ નહિ હોય તો સ્વૈબ તપાસ કરાવવી પડશે.
ગોવામાં થયેલ તપાસમાં પોઝિટિવ આવ્યા તો તમને રાજ્યની અંદર જ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 25 માર્ચના રોજ સમગ્ર દેશમાંથી લોકડાઉન હટાયાની જાહેરાત બાદથી જ ગોવામાં ટુરિસ્ટ્સ માટે મૂકાયેલ પ્રતિબંધ પણ હટાવી લેવાયો છે. 1 જુલાઈનો રોજ અનલોકની પ્રોસેસ અંતર્ગત ગોવાને પણ ટુરિસ્ટ્સ માટે ઓપન કરી દેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર