નવી દિલ્હી : ઉનાળો અને ચોમાસાની સિઝનમાં ફરવા માટેનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે ખુશીના સમાચાર છે. બજેટ એરલાઇન્સ ગોએરએ મોનસુનનાં સેલની શરૂઆત કરી છે. ત્રણ દિવસનીય મોનસુન લેસમાં ગો એરથી એક તરફી ભાડું 1299 રૂપિયાથી ચાલુ થશે. કંપનીનાં નિવેદન અનુસાર મોનસુન સેલ માટે સોમવારે મધરાતથી બુકિંગ ચાલુ થઇ જશે. તેનાં હેટળ 24 જુનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મુસાફરી કરવામાં આવી શકશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લાઇટ ટિકિટનું બુકિંગ નોન રિફંડેબલ હશે. જો કે તેમાં રહેલ ટેક્સ અને ફી રિફંડેબલ હશે. સેલ દરમિયાન હવાઇ ભાડુ અલગ અલગ રૂટ, ફ્લાઇટ અને ટાઇમિંગનાં આધારે અલગ અલગ હશે. ગો એર હાલનાં સમયમાં 23 ડેસ્ટિનેશનલ માટે અઠવાડીામાં 1544 કરતા વધારે ફ્લાઇટ ઓપરેટ કરે છે. 

શું છે નિયમો અને શરતો?
- ગો એર નેટવર્કની તમામ ફ્લાઇટ્સ પર આ ઓફર લાગુ થશે. 
- ટિકિટ બુકિંગ પહેલા આવો- પહેલા મેળવોનાં આધાર પર થશે.
- ગ્રુપ બુકિંગ પર પણ ઓફર લાગુ નહી થાય.
- અલગ- અલગ રૂટ પર અલગ અલગ ભાડુ હશે. 
- ઓફર પ્રાઇસ માત્ર એક તરફનાં ભાડા પર લાગુ થશે.

બુકિંગ પર 10% ડિસ્કાઉન્ટ ઓફર
એક અલગ ઓફર હેઠળ ગો એરની મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુકિંગ કરાવવા અંગે 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓફર માત્ર 30 જુન સુધી વેલિડ છે. આ ઓફર હેઠળ 10 ઓગષ્ટ, 2018 સુધી યાત્રા કરવામાં આવી શકે છે. જો કે આ ઓફમાં 15 એપ્રીલથી 15 જુલાઇ વચ્ચે યાત્રા ન કરી શકે. ઓફરને કોઇ પણ પ્રમોશનલ ઓફર સાથે ક્લબ કરવાનો અધિકાર એરલાઇન પાસે સુરક્ષીત છે. ગોએર પાસે ઓફર ખતમ કરવા, બદલવા અને બીજી ઓફરની સાથે લાગુ કરવા માટેનો પણ અધિકાર છે. આ ઓફરનો લાભ લેવા માટે પ્રોમો કોડ GOAAP10 નાખવો પડશે.