ચેન્નાઈ: કોરોનાકાળમાં ફેસ માસ્ક (Mask) જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. સોના (Gold mask) અને ચાંદીના બનેલા માસ્કનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. તામિલનાડુના કોયંમ્બતુરના જ્વેલર રાધાકૃષ્ણનનો નવો પ્રયોગ રંગ લાવી રહ્યો છે. તેમણે એક અઠવાડિયા પહેલા જ સોના અને ચાંદીના માસ્ક ડિઝાઈન કર્યાં. ગ્રાહકોને તે પસંદ પડી રહ્યાં છે અને ગ્રાહકો આઈટમ તરીકે તેની ખરીદી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહકો તરફથી મળેલા શાનદાર રિસ્પોન્સ પર રાધાકૃષ્ણનનું કહેવું છે કે હાલ ગોલ્ડ અને સિલ્વરથી બનેલા માસ્કનો ઉપયોગ આભૂષણ તરીકે શાં માટે ન કરાય? બાદમાં ગ્રાહકો પોતાની સગવડ પ્રમાણે તેની કિંમત બરાબર બીજી જ્વેલરી લઈ શકે છે. શોખ પૂરો થઈ જતા તેને વેચીને પૈસા પણ મેળવી શકે છે. 


બેંગલુરૂ, પુણે અને સુરત કોરોના વાયરસના નવા ગઢ, જાણો દેશના 9 મોટા શહેરોમાં કેવો છે Corona ગ્રાફ


કોયમ્બતુરમાં આર કે જ્વેલ વર્ક્સ નામથી શોપ ચલાવનારા જ્વેલરી મેકિંગ ક્ષેત્રમાં છેલ્લા 35 વર્ષથી કામ કરે છે. 3 વર્ષ પહેલા તેમણે સોનાના કપડા બનાવ્યાં અને વેચવાનું શરૂ કર્યું. જો કે મોટાભાગના કપડાં ઓર્ડર પર કોઈ ખાસ અવરસે તૈયાર કરાયા. રાધાકૃષ્ણને પોતાના આ અનુભવનો ઉપયોગ હવે સોના ચાંદીના માસ્ક બનાવવામાં કર્યો છે. 


તેમણે જણાવ્યું કે અમે તેને 18 કેરેટથી લઈને 22 કેરેટ હોલમાર્ક સર્ટિફાઈડ ગોલ્ડથી બનાવીએ છીએ અને શુદ્ધતાની પૂરેપૂરી ગેરંટી છે. ચાંદીની વાત કરીએ તો અમે તેનાથી બનેલા માસ્ક ફક્ત 92.5 સ્ટર્લિંગ સિલ્વરથી તૈયાર કરીએ છીએ. મેટલનું વજન લગભગ 50 ગ્રામ હશે અને માસ્કમાં કપડાનું વજન 6 ગ્રામ જેટલું હશે. સિલ્વરવાળા માસ્કની રેન્જ 15000 રૂપિયાથી ચાલુ થાય છે. જ્યારે સોનાવાળા માસ્કની રેન્જ 2 લાખ 75 હજારથી શરૂ થાય છે. 


તેમણે વધુમાં કહ્યું કે 90 ટકા માસ્ક હાથથી તૈયાર કરાય છે. હું પોતે આ કિંમતી આઈટમ તૈયાર કરુ છું. પરિવારના સભ્યો પણ મદદ કરે છે. આ પ્રકારના માસ્ક તૈયાર કરવામાં 7 દિવસનો સમય લાગે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube